નવી દિલ્હીઃ તમિલનાડુમાં આઈપીએલ મેચોને લઈને વિવાદ વધી રહ્યો છે. ખાસ કરીને આ જ્યારથી ફિલ્મ અભિનેતા રજનીકાંતે અપીલ કરી છે, ત્યારથી ચેન્નઈમાં રમાનારી મેચને લઈને સંકટ નજર આવી રહ્યું છે. રવિવારે તમિલનાડુની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા દિગ્ગજોએ કાવેરી પ્રબંધન બોર્ડ તથા કાવેરી જલ નિયમન સમિતિની રચનાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, તમિલનાડુ કાવેરી જલ વિવાદને લઈને આંદોલન કરી રહ્યું છે તેવામાં ચેન્નઈમાં આઈપીએલ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે, જો મેચ રમાઇ તો ચેન્નઈના ખેલાડીઓ હાથમાં કાળી પટ્ટી બાંધીને રમે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિરોધ પ્રદર્શન બાદ ચેન્નઈમાં આઈપીએલની મેચો પર સંકટ બનેલું છે. હવે ચેન્નઈ પોલીસે કહ્યું કે, ચેન્નઈમાં યોજાનારી મેચમાં કાળા શર્ટને સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરી દે. પોલીસે બોર્ડે કહ્યું કોઈપણ કાળા કપડા પહેરેલી વ્યક્તિને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો નહીં. આ સાથે ચેન્નઈ પોલીસે તે વાતનું આશ્વાસન આપ્યું કે આઈપીએલ મેચો દરમિયાન વિરોધથી બચવા માટે સેકન્ડ લેયર સુરક્ષા આપવામાં આવશે. 


આ પહેલા તમિલનાડુના ઘણા સંગઠનોએ ચેન્નઈની ટીમના ખેલાડીઓને ધમકી ભરેલા અંદાજમાં કહ્યું કે, જો તેણે મેચોનો બહિષ્કાર ન કર્યો તો તેની સાથે જે થશે તે માટે તે જવાબદાર રહેશે. 


આ પહેલા રવિવારે આયોજીત વિરોધ પ્રદર્શનમાં ભારતીય ફિલ્મ કલાકાર સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. સંઘને નદીગર સંગમના નામથી જાણવામાં આવે છે. તેમાં તમિલ ફિલ્મ ડાયરેક્ટર પરિષદ તથા દક્ષિણ ભારત ફિલ્મ કર્મચારી સંઘના સભ્યોએ ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પ્રમુખ અભિનેતાઓ, જેમ કે રજનીકાંત અને કમલ હસન સહિત ફિલ્મ તથા સંગીત તથા બીજા ટેકનિશયનોએ ભાગ લીધો હતો.