IPL 2022 માં કોઈ નહીં માત્ર આ નબળી ટીમ બનશે ચેમ્પિનય! દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી
IPL 2022 માં ખુબ જ રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યૂ હેડને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે એક ટીમને આઇપીએલ 2022 નો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે.
નવી દિલ્હી: આઇપીએલ દુનિયાની સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ લીગ છે. અહીં રમવા પર ક્રિકેટર્સને પૈસા અને ખ્યાતિ બંને મળે છે. હવે તેને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યૂ હેડને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે આઇપીએલની એક ટીમને ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે.
આ ટીમને ગણાવી ખિતાબની દાવેદાર
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને મહાન ખેલાડી મેથ્યૂ હેડને કહ્યું, સીએસકે ટીમ કેકેઆર સામે તેમની શરૂઆતી મેચમાં હારથી નિરાશ નહીં થાય. રવિન્દ્ર જાડેજાની આગેવાનીમાં ટીમ માટે ઘણી સારી વાતો હતી. તેમનો ટોપ ઓર્ડર પહેલી મેચમાં ચાલી શક્યો નહીં, પરંતુ તેમની પાસે મોટો અનુભવ છે. મને વિશ્વાસ છે કે તે આગામી મેચમાં મજબૂતીથી વાપસી કરે. તેમણે વધુમાં કહ્યું કે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં સીએસકેના ઘાતક ઓલરાઉન્ડર મોઈન અલી રમી શક્યો ન હતો અને તે આગામી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ થશે.
હવે માસ્કથી મળશે આઝાદી? આ રાજ્યોએ કોરોના પ્રતિબંધોમાં આપી મોટી રાહત
આ વખતે નબળી છે સીએસકે ટીમ!
સીએસકે ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચાર વખત આઇપીએલનો ખીતાબ જીત્યો છે. પરંતુ આઇપીએલ 2022 પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ સીએસકે ટીમની કેપ્ટનશીપ છોડી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવામાં આવ્યો હતો. જાડેજા પાસે કેપ્ટનશીપનો એટલો અનુભવ નથી. આ વખતે ટીમની બેટિંગ પણ નબળી જોવા મળી રહી છે. ત્યારે તેમની પાસે ફોક ડુપ્લેસિસ જેવા ઓપનર નથી. જે મેચ જીતાડી શકે. આઇપીએલ 2022 ની પહેલી મેચમાં સીએસકેમાં સુરેશ રૈનાની કમી વર્તાઈ રહી છે, જે મોટી ઇનિંગ રમી શકે. શાર્દુલ ઠાકુર પણ દિલ્હી કેપિટલ્સનો હિસ્સો બન્યો છે. એવામાં કહી શકાય છે કે આ વખતે સીએસકે ટીમ સંતુલિત જોવા મળી રહી નથી.
કેકેઆર સામે મળી હતી હાર
સીએસકેની ટીમે આઇપીએલ 2022 ની તેમની પહેલી મેચમાં કેકેઆર સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સીએસકેના બોલર અને બેટ્સમેન સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. માત્ર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોટી ઇનિંગ રમી હતી. તેમણે 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. સીએસકેની ટીમે પહેલા બેટિંગ કરતા 131 રન બનાવ્યા હતા. કેકેઆર માટે ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચમાં બે વિકેટ લીધી હતી. કેકેઆર માટે અજિંક્ય રહાણેએ સૌથી વધારે 44 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube