ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12 સિઝનનો પ્રથમ ક્વોલિફાયર ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. મુંબઈએ આ મેચ 6 વિકેટથી પોતાના નામે કરી લીધી. આ મેચ બાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોટોને હાર્દિક પંડ્યાએ પણ શેર કર્યો છે. પંડ્યાએ ફોટો શેર કરતા લખ્યું, 'મારી પ્રેરણા, મારો મિત્ર, મારો ભાઈ, મારો લેન્જડ મહેન્દ્ર સિંહ ધોની'. હાલની સિઝનમાં હાર્દિક પંડ્યાએ મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પંડ્યાએ આ દરમિયાન ઘણી વખત હેલિકોપ્ટર શોટ ફટકાર્યો, જેને ધોનીનો સિગ્નેચર શોટ માનવામાં આવે છે.