નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલની કેટલિક ટીમોમાં સામેલ છે, જેનું પ્રદર્શન દરેક સિઝન શાનદાર રહે છે. ત્રણ વખતની ચેમ્પિયન ટીમ અને ગત વિજેતા સીએસકે એકમાત્ર એવી ટીમ છે, જે આઈપીએલની જેટલી સિઝન રમી છે તેણે અંતિમ-4ની સફર કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમે ઘણી સફળતા મેળવી છે અને 23 માર્ચથી શરૂ થઈ રહેલા આઈપીએલની 12મી સિઝનમાં પણ ટીમ ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે, જ્યાં તેણે 11મી સિઝન પૂરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ રોસ્ટરઃ
એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિચેલ સેન્ટનર, ડેવિડ વિલી, ડ્વેન બ્રાવો, શેન વોટસન, લુંગી એન્ગિડી, ઇમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, હરભજન સિંહ, દીપક ચહર, કે એમ આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૌરી, એન જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનૂ કુમાર, ચૈતન્ય વિશ્નોઇ, મોહિત શર્મા, ઋૃતુરાજ ગાયકવાડ. 


ટીમ માલિકઃ ચેન્નઈ સુપરકિંગ્સ ક્રિકેટ લિમિટેડ


સીએસકે ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

ટીમની તાકાતઃ સીએસકેની સૌથી મોટી તાકાત તેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે, જેની આગેવાનીમાં ટીમે 3 વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. ધોનીને રમતની સારી સમજ છે અને દરેક સ્થિતિમાં શાંત રહેવાની ક્ષમતા ટીમને ખૂબ કામ લાગે છે. આ સિવાય ટીમે ગત સિઝનના મુકાબલે આ વર્ષે પોતાની ટીમમાં બહુ ફેરફાર કર્યા નથી અને ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો, જેમ તે પ્રથમ સિઝનથી કરતી આવી છે. 


ટીમની નબળાઈઃ ચેન્નઈ સુપર કિંગ્સની સૌથી મોટી નબળાઈ અંતિમ ઓવરની બોલિંગ છે, જેમાં ગત સિઝનમાં પણ કમી જોવા મળી હતી. આમ તો ટીમે આ વર્ષે મોહિત શર્માને પોતાની ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ તેનું હાલનું ફોર્મ જોતા આ સિઝનમાં પણ ટીમે અંતિમ ઓવરમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ટીમના કેટલાક મુખ્ય ખેલાડી સુરેશ રૈના, અંબાતી રાયડૂ અને હરભજન સિંહ શાનદાર ફોર્મમાં નથી. 


ટીમની પાસે તકઃ લુંગી એન્ગિડી અને દીપક ચહરે ગત સિઝનમાં ઘણા પ્રભાવિત કર્યાં હતા અને આ સિઝનમાં પણ ખેલાડીઓ પોતાની છાપ છોડવા ઈચ્છશે. મોહિત શર્મા ફરી એકવાર સીએસકેની ટીમમાં સામેલ થઈ ગયો છે અને તે ફરી કમાલનું પ્રદર્શન કરવા ઈચ્છશે. તેના આવવાથી ટીમને અંતિમ ઓવરોમાં બોલિંગ માટે સારો વિકલ્પ મળશે. 


ટીમ માટે ખતરોઃ વિશ્વકપ 2019 ઘણો નજીક છે અને તેને જોતા ઘણા ખેલાડી પૂરી સિઝન માટે હાજર રહેશે નહીં. આ સિવાય ટીમના મોટાભાગના ખેલાડીઓ 30 વર્ષથી ઉપરના છે, તો ખેલાડીઓની ફિટનેસ પણ ચર્ચાનો વિષય રહેશે. 


ચેન્નઈની સંભવિત અંતિમ ઇલેવનઃ
શેન વોટસન, અંબાતી રાયડૂ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, મોહિત શર્મા, ઇમરાન તાહિર અને લુંગી એન્ગિડી. 


ચેન્નઈ સુપર કિંગ્સનો કાર્યક્રમ આ પ્રકારે છે
1. ચેન્નઈ vs બેંગલુરૂ (23 માર્ચ, રાત્રે 8 કલાકે ચેન્નઈ)


2. ચેન્નઈ vs દિલ્હી (26 માર્ચ, રાત્રે 8 કલાકે, દિલ્હી)


3. ચેન્નઈ vs રાજસ્થાન (31 માર્ચ, રાત્રે 8 કલાકે, ચેન્નઈ)


4. મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નઈ (3 એપ્રિલ, રાત્રે 8 કલાકે, મુંબઈ)