Chess Olympiad : ભારતીય ટીમે રશિયા અને અમેરિકા સામે મેચ કર્યો ડ્રો
મહિલા વર્ગમાં કોનેરૂ હંપીએ એના જેન્ટોસ્કીને 35 ચાલમાં હરાવી હતી. બીજી મેચમાં હરિકા દ્રોણાવલ્લીને અમેરિકાની ઇરીના ક્રુશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેન્નઈઃ પાંચમી સીડ ભારતીય પુરૂષ ટીમે રવિવારે (30 સપ્ટેમ્બર)ના જોર્જિયામાં રમાઈ રહેલી વિશ્વ ચેસ ઓલમ્પિયાડના છઠ્ઠા રાઉન્ડમાં બીજો ક્રમ ધરાવતા રશિયાને ડ્રો પર રોકી દીધું હતું. મહિલા વર્ગમાં ભારતીય ટીમે અમેરિકાને ડ્રો પર રોક્યું હતું. ભારતીય મહિલા ટીમે અમેરિકા સામે બે મેચ જીત્યા અને બે હાર્યા હતા. પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે ઈરાનના નેપોમનિચ્તચીને 43 ચાલમાં પરાજય આપ્યો હતો. આ રીતે પી હરિકૃષ્ણા, વીદિત સંતોષ ગુજરાતી અને બી અબીધાને ક્રમશઃ વ્લાદિમીર કરામિક, નિકિતા વિટીગોવ અને દમિત્રી જાકોવેંકોની સાથે પોઈન્ટના ભાગલા પાડ્યા હતા.
મહિલા વર્ગમાં કોનેરૂ હંપીએ એા જેન્ટોસ્કીને 35 ચાલમાં હરાવી હતી. બીજી મેચમાં હરિકા દ્રોણાવલ્લીને અમેરિકાની ઇરીના ક્રુશ સામે 57 ચાલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્રીજા મેચમાં તાનિયા સચદેવે પોતાનું વિજય અભિયાન જાળવી રાખતા ટાટેવ અહ્રાહમ્યનને 31 ચાલમાં પરાજય આપ્યો હતો. ચોથા મેચમાં ભારતની ઈશા કારાવાડેનો જેનિફર યૂ સામે પરાજય થયો હતો.
મહત્વનું છે કે ભારતીય પુરૂષ ટીમ વિશ્વ ચેસ ઓલંમ્પિયાડમાં હારમાંથી બહાર આવીને જીતના પાટા પર પરત ફરી છે. પાંચમી સીડ ભારતીય ટીમે ઓલંમ્પિયાડના પાંચમાં રાઉન્ડમાં પરાગ્વેની ટીમને હરાવી હતી. તેણે 3.5-0.5ના અંતરથી મેચ જીતી હતી. મહિલા ટીમે આર્જેન્ટીનાને આ અંતરે હરાવી હતી. મહિલા ટીમ ટૂર્નામેન્ટમાં સંયુક્ત રીતે બીજા ક્રમે છે. જ્યારે પુરૂષ ટીમ આઠમાં સ્થાને પહોંચી ગઈ છે.