નવી દિલ્હીઃ પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને આરામ આપ્યા બાદ પણ ભારતીય ટીમે વિશ્વ ચેસ ઓલિમ્પિયાડમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય પુરુષ ટીમે અલ સલ્વાડોરને 3.5-0.5થી હરાવી હતી. મહિલા ટીમે ન્યુઝિલેન્ડની ટીમને 4-0થી હરાવી હતી. 43મી વર્લ્ડ ચેસ ઓલિમ્પિયાડ જ્યોર્જિયાના બાટુમી શહેરમાં રમાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્ગાસે શશિકરણને ડ્રો પર રોક્યો
ભારતીય ગ્રાન્ડ માસ્ટર પી. હરિકૃષ્ણા, વિદિત સંતોષ ગુજરાતી અને બી. અધિબાને મોતાની મેચ ઝડપથી પતાવી દીધી હતી. શશિકરણને મેચ ડ્રો કરાવા માટે 52 ચાલ રમવીપડી. તેને બર્ગાસ ફેગુઓરાએ મે ડ્રો કરવા માટે મજબુર કર્યો. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી દરેક ટીમમાં 5-5 ખેલાડી હોય છે, જેમાંથી ચારને મુકાબલામાં રમવાનું હોય છે. ટીમ દરેક મેચમાં પોતાના એક ખેલાડીને આરામ આપી શકે છે. 


હમ્પી, ઈશા, પદ્મની અને તાનિયાનો વિજય
ભારતની પાંચમી ક્રમાંકિત મહિલા ટીમે પણ 78મી ક્રમાંકીત ન્યુઝિલેન્ડની ટીમને 4-0થી હરાવી હતી. આમેચમાં પણ ભારતે પોતાની સ્ટાર ખેલાડી હરિકા દ્રોણાવલ્લીને ઉતારી ન હતી. ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી, ઈન્ટરનેશનલ માસ્ટર ઈશા કારાવાડે અને પદ્મની રાઉતે પોત-પોતાની મેચ જીતી લીધી હતી. તાનિયા સચદેવાને વિજય માટે બોર્ડ પર થોડો વધુ સમય પસાર કરવો પડ્યો હતો. 


આ ચેમ્પિયનશિપમાં ભારતની પ્રથમ દૃષ્ટિહીન મહિાલ ખેલાડી વૈશાલી નરેન્દ્ર સલ્વાકરે પણ આંતરરાષ્ટ્રીય બ્રાઈલે ચેસ એસિસિએશન (આઈબીસીએ) તરફથી રમતાં સિએરા લિયોનની ખેલાડીને હરાવી હતી. આઈબીએસએની ટીમે 4-0થી વિજય મેળવ્યો હતો.


12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે આનંદ
વિશ્વનાથન આનંદ 12 વર્ષ બાદ ભારતની ઓલિમ્પિયાડ ટીમમાં સામેલ થયો છે. તેણે જણાવ્યું કે, 'ભારતીય ટીમ મારા વગર પણ સારું પ્રદર્શન કરતી રહી છે. તે છેલ્લી બે ઓલિમ્પિયાડમાં ત્રીજા અને ચોથા સ્થાને રહી છે. એટલે કે, અમે થોડો સુધારો કરીને પણ શ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કરી શકીએ છીએ.' તેણે જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટમાં કોઈ પણ ટીમ વિજયની એકલી દાવેદાર નથી. દરેક ટીમે દરરોજ સારું રમવાનું રહેશે. 


ક્રેમનિક અને કરૂઆના પણ પ્રથમ રાઉન્ડમાં ઉતર્યા નહીં 
11 રાઉન્ડની આ ટૂર્નામેન્ટમાં 185 ટીમ ભાગ લઈ રહી છે. તેને જોતાં મુખ્ય ટીમેઓ પોત-પોતાના સ્ટાર ખેલાડીઓને પ્રથમ રાઉન્ડમાં રેસ્ટ આપ્યો હતો. ભારતના આનંદની જેમ જ રશિયાએ વ્લાદિમીર ક્રેમનિક અને અમેરિકાએ ફેબિયાનો કરૂઆનોને પ્રથમ રાઉન્ડમાં ઉતાર્યા ન હતા. પ્રથમ દિવસના આ મુકાબલાને જોવા માટે બ્લેક સી. એરેનામાં 5 હજારથી વધુ દર્શકો હાજર રહ્યા હતા.