ચેતેશ્વર પુજારા દિલ્હીમાં ફટકારશે `અનોખી સદી`, આ ખાસ રેકોર્ડ લિસ્ટમાં થશે સામેલ
Cheteshwar Pujara 100th Test Ind vs AUS: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને દિગ્ગજ બેટર ચેતેશ્વર પુજારા માટે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર બીજી ટેસ્ટ મેચ ઐતિહાસિક રહેવાની છે. તે આ ટેસ્ટ મેચમાં પોતાના નામની આગળ એક અનોખો રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યો છે. તેની પહેલાં માત્ર 12 ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યા છે.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સમયે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 4 મેચોની રોમાંચક સિરીઝ ચાલી રહી છે. જેની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને ઈનિંગ અને 132 રનથી પરાજય આપ્યો હતો. હવે સિરીઝની બીજી મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જે ભારતીય બેટર ચેતેશ્વર પુજારા માટે ઐતિહાસિક થવાની છે. કારણ કે પુજારા ભારત માટે 100મી ટેસ્ટ રમવાનો છે. તો હવે પોતાની ખાસ સિદ્ધિને લઈને પુજારાએ મોટું નિવેદન પણ આપ્યું છે.
હકીકતમાં તેની વધતી ઉંમરને લઈને ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. જેના પર તેણે કહ્યું કે તે તેની ઉંમરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર ધ્યાન આપવા ઈચ્છતો નથી. 35 વર્ષીય આ બેટરે કહ્યું કે તેણે સંન્યાસની તારીખ નક્કી કરી નથી અને તે એક વારમાં એક મેચ પર ધ્યાન આપવા ઈચ્છે છે. પુજારાએ કહ્યું- હું મારા માટે લક્ષ્ય નક્કી કરવા ઈચ્છતો નથી. હું વર્તમાનમાં રહેવા ઈચ્છુ છું. હું કેટલા સમય સુધી રમીશ તે વિશે વિચારવાની જગ્યાએ હું એકવારમાં એક મેચ પર ધ્યાન આપવા ઈચ્છુ છું.
આ પણ વાંચોઃ Team India: ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક 'મહા રેકોર્ડ', પ્રથમ વખત રચ્યો ઈતિહાસ
એટલું જ નહીં પરંતુ ચેતેશ્વર પુજારાએ આગળ પોતાના નિવેદનમાં તે વાતનો ઉલ્લેખ કર્યો કે રમતની મજા માણવી ખુબ જરૂરી છે. સાથે તેણે કહ્યું કે, તે 35 વર્ષનો છે અને તેની પાસે ઘણો સમય છે. પુજારાએ કહ્યું- રમતની મજા માણવી ખુબ મહત્વપૂર્ણ છે. રમતમાં ટોચ પર રહેવું મહત્વપૂર્ણ છે અને પછી જ્યારે તમે તમારી ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ યોગદાન અથવા પ્રદર્શન કરી શકતા નથી ત્યારે તમે તમારા આગલા પગલા વિશે વિચારી શકો છો. હું અત્યારે 35 વર્ષનો છું અને મારી પાસે હવે સમય છે.
તેણે આગળ કહ્યું, 'હા, આ મારી 100મી ટેસ્ટ મેચ હશે પરંતુ ત્યારે પણ તમારે ટીમ માટે ભૂમિકા નિભાવવી પડશે અને તમારે તેના પર વધુ ધ્યાન આપવું પડશે. અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મહત્વપૂર્ણ સિરીઝ રમી રહ્યાં છીએ. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ મારી 100મી ટેસ્ટ મેચ હશે પરંતુ ત્યારબાદ અમારે બીજી બે ટેસ્ટ મેચ રમવાની છે, જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે મહત્વપૂર્ણ છે.'
પુજારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શુક્રવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાન પર પદ મુકતા ભારત તરફથી 100 કે તેનાથી વધુ ટેસ્ટ મેચ રમનાર 13મો ખેલાડી બની જશે. પુજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને ત્યારબાદ તેણે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટના રૂપમાં પોતાની વિશેષ ઓળખ બનાવી છે. તેની 100મી ટેસ્ટનો સાક્ષી બનવા માટે તેનો પરિવાર પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.
આ પણ વાંચોઃ WPL 2023 માં સાનિયા મિર્ઝાની થઈ એન્ટ્રી, બેંગ્લુરુની ટીમે સોંપી મોટી જવાબદારી
પુજારાના કરિયરની ઝલક
ટેસ્ટ મેચ- 99, ઈનિંગ- 169, રન- 7021, સર્વોચ્ચ સ્કોર- 206, એવરેજ- 44.16, સદી 19, અડધી સદી- 34
ભારત માટે 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓ
સચિન તેંડુલકર
રાહુલ દ્રવિડ
દિલીપ વેંગસરકર
વીવીએસ લક્ષ્મણ
અનિલ કુંબલે
કપિલ દેવ
સુનીલ ગાવસ્કર
સૌરવ ગાંગુલી
ઈશાંત શર્મા
વિરાટ કોહલી
હરભજન સિંહ
વિરેન્દ્ર સેહવાગ
દિલીપ વેંગસરકર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube