રણજી ટ્રોફીઃ ચેતેશ્વર પૂજારાએ ફટકારી બેવડી સદી, તોડ્યા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઘણા રેકોર્ડ
રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટકની ટીમ વચ્ચે રમાઇ રહેલા રાઉન્ડ-5ના એલીટ ગ્રુપ એ અને ગ્રુપ બીની મેચમાં ચેતેશ્વર પૂજારાએ કર્ણાટક વિુદ્ધ 314 બોલમાં પોતાની 13મી બેવડી સદી પૂરી કરી હતી.
રાજકોટઃ Cheteshwar Pujara double Century: ભારતીય ટેસ્ટ ટીમની દીવાલ કહેવાતા ચેતેશ્વર પૂજારાએ ફર્સ્ટ ક્લાસ મેચમાં વધુ એક બેવડી સદી ફટકારી છે, જે તેના ફર્સ્ટ ક્લાસ કરિયરની 13મી બેવડી સદી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં પૂજારાએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે.
રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટકની ટીમ વચ્ચે રમાઇ રહેલા રાઉન્ડ-5ના એલીટ ગ્રુપ એ અને ગ્રુપ બીની મેચમાં ચેતેશ્વર પૂજારાએ કર્ણાટક વિુદ્ધ 314 બોલમાં પોતાની 13મી બેવડી સદી પૂરી કરી હતી. આ પહેલા શનિવારે ચેતેશ્વરના બેટથી તેના ફર્સ્ટ ક્લાસ કરિયરની 50મી સદી નિકળી હતી. આ સદીને પૂજારાએ મોટી ઈનિંગમાં ફેરવી હતી.
પહેલાથી જ ભારત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાના મામલામાં નંબર વન પર ચાલી રહેલા ચેતેશ્વર પૂજારાએ વધુ એક સદી ફટકારીને હાલના બેટ્સમેનોને ખુબ પાછળ છોડી દીધા છે. પૂજારા બાદ બીજા નંબર પર 11 બેવડી સદીની સાથે વિજય મર્ચેન્ટ છે, ત્રીજા નંબર પર 10 બેવડી સદીની સાથે વિજય હજારે અને આટલી સદી સુનીલ ગાવસ્કરે ફટકરારી છે, પરંતુ આ તમામ ખેલાડી નિવૃત થઈ ચુક્યા છે.
ઝાકળમાં પસાર કરી રાત, ઓસ્ટ્રેલિયા આ રીતે કરી રહ્યું છે ભારત વિરુદ્ધ સિરીઝની તૈયારી
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 હજારથી વધુ રન બનાવનાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 75 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 5740 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ 3 બેવડી સદી સહિત 18 સદી અને 24 અડધી સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાની ટેસ્ટમાં એવરેજ 50ની આસપાસ છે.
ચેતેશ્વર પૂજારા - 13 બેવડી સદી
વિજય વેપારી - 11 બેવડી સદી
વિજય હજારે - 10 બેવડી સદી
સુનિલ ગાવસ્કર - 10 બેવડી સદી
રાહુલ દ્રવિડ - 10 બેવડી સદી
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube