ભારતના સૌથી મોટા દુશ્મન દેશે ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો
ગઈકાલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo olympic) ની રંગેચંગે શરૂઆત થઈ છે. ગઈકાલથી જ વિવિધ સ્પર્ધાઓની શરૂઆત થઈ છે. ત્યારે દરેકને એ જાણવામાં રસ છે કે, ઓલિમ્પિક 2021 નો પહેલો ગોલ્ડ મેડલ કોને મળ્યો. ભારતના પાડોશી દુશ્મન દેશના નામે ટોક્યો ઓલિમ્પિકનો સૌથી પહેલો ગોલ્ડ જીત્યો છે. ચીન (China) ના યુવા નિશાનેબાજ યાંગ કિયાન (Yang Qian) નામની મહિલા 10 મીટર એર રાઈફલમાં વિજયી થઈને ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકે, ભારતની નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ આ ઈવેન્ટમાં હારી ગઈ હતી.
ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo olympic) ની રંગેચંગે શરૂઆત થઈ છે. ગઈકાલથી જ વિવિધ સ્પર્ધાઓની શરૂઆત થઈ છે. ત્યારે દરેકને એ જાણવામાં રસ છે કે, ઓલિમ્પિક 2021 નો પહેલો ગોલ્ડ મેડલ કોને મળ્યો. ભારતના પાડોશી દુશ્મન દેશના નામે ટોક્યો ઓલિમ્પિકનો સૌથી પહેલો ગોલ્ડ જીત્યો છે. ચીન (China) ના યુવા નિશાનેબાજ યાંગ કિયાન (Yang Qian) નામની મહિલા 10 મીટર એર રાઈફલમાં વિજયી થઈને ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકે, ભારતની નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ આ ઈવેન્ટમાં હારી ગઈ હતી.
તો બીજી તરફ, રશિયાની અનાસ્તાસિયા ગૈલાશિનાએ રજત અને સ્વિત્ઝર્લેન્ડની નીના ક્રિસ્ટને કાસ્ય પદક જીત્યું છે. ક્વોલિફિકેશનમાં 628.7 અંકોની સાથે છઠ્ઠા સ્થાન પર રહેલા યાંગે ફાઈનલમાં 251.8 અંક બનાવ્યા છે. રશિયાની અનાસ્તાસિયાના 251.1 અંકથી સારું પ્રદર્શન કરીને યાંગે પોતાના દેશ ચીન માટે સ્વર્ણિમ ખાતુ ખોલ્યું છે.
આ પહેલા, નોર્વેની જેનેટ હેગ ડુએસ્ટૈડે 632.9 અંકોની સાથે ક્વોલિફાઈંગ સ્ટેન્ડિંગમાં શીર્ષ સ્થાન પર રહીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જે એક યોગ્યતા ઓલિમ્પિક રેકોર્ડ હતો. જેનેટ જોકે, ફાઈનલમાં ચોથા સ્થાન પર રહી હતી.