બેંગલુરૂઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓછા રન બન્યા બાદ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ બુધવારે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજનારા બીજા ટી20 અને અંતિમ મેચમાં રનનો ઢગલો થવાની આશા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ છેલ્લા કેટલાક વર્ષોમાં ધીમી થઈ છે પરંતુ પ્રથમ મેચની વિપરીત અહીં મોટો સ્કોર બનવાની આશા છે. વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ મેચના અંતિમ બોલ પર 127 રનનો લક્ષ્ય હાસિલ કર્યો છે. 


કેએસસીએના અધિકારીએ કહ્યું, આ પિચ પર લગભગ આઈપીએલ મેચ જેટલા રન ન બને પરંતુ તેના પર જરૂરી રન બનશે. અમે તેવી વિકેટનો ઉપયોગ કરી રહ્યાં છીએ જેનો ઉપયોગ બે મહિના કરતા વધુ સમયથી થયો નછી. તેનો ઉપયોગ ગત વખતે વિજય હજારે ટ્રોફી દરમિયાન થયો હતો. વર્ષના આ સમયે ઝાકળની કોઈ ભૂમિકા હોવાની આશા નથી. 


અધિકારીએ કહ્યું, આ પિચ પર લગભગ 180નો સ્કોર પ્રતિસ્પર્ધી હશે. અહીં છેલ્લો ટી20 આંતરરાષ્ટ્રીય મેચ 2017માં રમાયો હતો જેમાં ભારતે 6 વિકેટ પર 202 રન બનાવ્યા બાદ ઈંગ્લેન્ડને 75 રને હરાવ્યું હતું. ભારતીય ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાનું માનવું છે કે વિકેટ બેટિંગ માટે અનુકૂળ હશે. મેચના એક દિવસ પહેલા વિકેટ પર થોડુ ઘાસ છે પરંતુ તેવી સંભાવના છે કે, તેને હટાવી દેવામાં આવશે. 


ક્રુણાલે કહ્યું, મેં અત્યાર સુધી વિકેટ જોઈ નથી પરંતુ વિઝાગની તુલનામાં બેટિંગ માટે વધુ અનુકૂળ હોવાની આશા છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સનું માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં પિચની પ્રકૃતિમાં ઘણો ફેરફાર થયો છે. 


તેણે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં આ અજીબ વિકેટ રહી છે. પ્રથમવાર હું સાત-આઠ વર્ષ પહેલા આઈપીએલ દરમિયાન બેંગલોર આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વિકેટ ધીમી થઈ છે. 


કમિન્સે કહ્યું, વિશાખાપટ્ટનમમાં ઓછો સ્કોર પરંતુ શાનદાર મેચ હતો. મને ત્યાંની પિચ પસંદ આવી. ટી20માં તમે યોર્કર, ધીમમા બોલની તૈયારી કરો છો પરંતુ ત્યાં તમને ખ્યાલ હતો કે સારો બોલ વધુ સારો થવાનો છે. બોલ અંતે થોડો સ્વીંગ થતો હતો.