નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિશ્વકપના 10માં મુકાબલામાં તોફાની ક્રિસ ગેલ ઝડપી આઉટ થઈ ગયો હતો. પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 17 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો પરંતુ તેણે આ ઈનિંગમાં છ રન બનાવવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ક્રિસ ગેલ વિશ્વકપના ઈતિહાસમાં એકમાત્ર ખેલાડી છે, જેણે આ ટૂર્નામેન્ટમાં 1000થી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ છે, જે વિશ્વકપમાં 907 રન બનાવી ચુક્યો છે. વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ક્રિસ ગેલના રનની સંખ્યા 1015 થઈ ગઈ છે. એટલું જ નહીં ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝનો એવો ત્રીજો ખેલાડી બની ગયો છે જેણે વિશ્વકપમાં 1000 રનથી વધુ રન બનાવ્યા છે. 


મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સ પર સેનાનો ખાસ લોગો, ICC બોલ્યું- પહેરશો નહીં

વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. બ્રાયન લારાએ વિશ્વકપની 34 મેચોમાં 1225 રન બનાવ્યા છે. આ સિવાય વિવ રિચર્ડ્સ પણ વિશ્વકપમાં 23 મેચોમાં 1013 રન બનાવી ચુક્યા છે. આ મામલામાં હવે ક્રિસ ગેલે વિવ રિચર્ડ્સને પાછળ છોડી દીધા છે. ક્રિસ ગેલે 28 મેચોમાં 1015 રન બનાવી લીધા છે. 



વિશ્વકપમાં પ્રથમ બેવડી સદી પણ ક્રિસ ગેલના નામે છે. વર્ષ 2015માં ક્રિસ ગેલે 214 રનની ઈનિંગ રમી હતી. પરંતુ તે વિશ્વકપમાં માર્ટિન ગુપ્ટિલે 237 રન બનાવીને તેનો રેકોર્ડ તોડી દીધો હતો.