નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલે પોતાની ટીમ માટે એક દિવસમાં બે ઈતિહાસ રચી દીધા છે. ભારત વિરુદ્ધ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચમાં ક્રિસ ગેલે આ કમાલ કર્યો હતો. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન મેદાન પર પગ મુકતા જ ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની ગયો હતો. આ મામલામાં ક્રિસ ગેલે બ્રાયન લારાને પાછળ છોડી દીધો, જેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 299 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય ક્રિસ ગેલે લારાનો વધુ એક રેકોર્ડ તોડીને વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે ઈતિહાસ રચી દીધો છે. 


હકીકતમાં, ક્રિસ ગેલે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ પોતાની તે ઈનિંગમાં 7મો રન બનાવતા બ્રાયન લારાને તે રેકોર્ડને ધરાશાયી કરી દીધો, જે લારાએ વેસ્ટ ઈન્ડિઝ માટે બનાવ્યો હતો. ક્રિસ ગેલ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. ભારત વિરુદ્ધ મેચમાં 7મો રન બનાવતા ગેલના વનડે રનોની સંખ્યા 10353 પર પહોંચી ગઈ હતી. 

IND vs WI- નંબર-4 પર અય્ચર ફિટ, ધોનીની જેમ પંત નીચલા ક્રમ પર રમેઃ ગાવસ્કર 


લારાએ વેસ્ટ ઈન્ડિઝ માટે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 295 મેચોમાં 10348 રન બનાવ્યા હતા. લારા કેરેબિયન ટીમ માટે સૌથી પહેલા 10 હજાર રન બનાવનાર ખેલાડી બન્યો હતો. પરંતુ હવે ક્રિસ ગેલે પોતાના કરિયરના અંતમાં લારાનો રેકોર્ડ તોડી દીધો છે. 


આ સિવાય ઈનિંગમાં ક્રિસ ગેલે 9મો રન બનાવતા બ્રાયન લારાના આઈસીસી અને વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમતા વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ પાછળ છોડી દીધો છે. આઈસીસી ઇલેવન અને વેસ્ટ ઈન્ડિઝ માટે બ્રાયન લારાએ 10405 રન બનાવ્યા હતા, જ્યારે ક્રિસ ગેલ 10408 રન બનાવી ચુક્યો છે.