મોહાલીઃ ક્રિસ ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 300 સિક્સ પૂરી કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. પંજાબ ક્રિકેટ એસોસિએશન મોહાલીના મેદાન પર તેણે મિશેલ મૈકલેનગનના બોલને મિડ-ઓનની ઉપરથી બાઉન્ડ્રી લાઇન બહાર મોકલી દીધો હતો. આ મેચ પહેલા તેને અહીં સુધી પહોંચવા માટે બે સિક્સની જરૂર હતી. તેણે ત્રીજી ઓવરમાં સતત બે સિક્સ ફટકારીને 'ત્રિવડી સદી' પૂરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટઈન્ડિઝના આ આક્રમક બેટ્સમેન ગેલે પોતાના 115માં આઈપીએલ મુકાબલામાં 300ના આંકડા પર પહોંચ્યો હતો. આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની વાત કરીએ તો ગેલ પોતાના સાથી ખેલાડીઓ કરતા ઘણો આગળ છે. તેના બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં તેના સાથી રહેલો એબી ડિલિવિયર્સ છે, જેણે 143 મેચોમાં 192 સિક્સ ફટકારી છે. 


ગેલે ત્યારબાદ બે સિક્સ ફટકારી હતી. તે 40 રન બનાવીને ક્રુણાલ પંડ્યાના બોલ પર આઉટ થયો હતો. 


ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની 177 મેચોમાં 187 સિક્સ ફટકારીને પ્રથમ નંબર પર છે. તો સુરેશ રૈના 178 મેચોમાં 186 અને વિરાટ કોહલીએ 176 મેચોમાં 185 સિક્સ ફટકારી છે. 


IPL 2019: ડિવિલિયર્સે પત્ની માટે શેર કર્યો ભાવુક મેસેજ, જાણો શું લખ્યું 


ઈન્ડિયન પ્રીમિયર લીગના એક મેચમાં સૌથી વધુ (17) સિક્સ ફટકારવાના મામલામાં ગેલ ટોપ પર છે. તેણે 2013માં આરસીબી તરફથી રમતા પુણો વોરિયર્સ વિરુદ્ધ પોતાની 175 રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ હાસિલ કરી હતી.