સેન્ટ કીટ્સઃ વેસ્ટઇન્ડિઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલે બાંગ્લાદેશ વિરુદ્ધ સેન્ટ કીટ્સમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ગેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલામાં પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ શાહિદ આફરીદીના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ વિરુદ્ધ અંતિમ અને નિર્ણાયક વનડે મેચમાં ગેલે 66 બોલમાં 73 રન ફટકાર્યા જેમાં 6 ફોર અને 5 સિક્સ સામેલ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ 18મી ઓવરમાં મહમૂદુલ્લાહ રિયાદના બોલ પર સિક્સ ફટકારતા ગેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી. 



હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 476 સિક્સ પાકિસ્તાનના શાહિદ આફરીદી અને વેસ્ટઇન્ડિઝના ધુરંધર ક્રિસ ગેલના નામે સંયુક્ત રૂપથી છે. આફરીદીએ 524 ઇન્ટરનેશનલ મેચમાં કુલ 476 સિક્સ ફટકારી છે જ્યારે ગેલના 443 ઇન્ટરનેશનલ મેચમાં 476 સિક્સ થઈ ગઈ છે. 


આ યાદીમાં આફરીદી બાદ ગેલ છે. ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનું નામ છે, જેણે 432 ઇન્ટરનેશનલ મેચમાં કુલ 398 સિક્સ ફટકારી છે. શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યાએ 586 ઇન્ટરનેશનલ મેચમાં 352 સિક્સ લગાવી છે. 


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 342 સિક્સ નોંધાયેલી છે. ધોનીએ 504 ઇન્ટરનેશનલ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. 


ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ
આહિદ આફરીદી, પાકિસ્તાન - 476


ક્રિસ ગેલ, વેસ્ટઇન્ડિઝ - 476


બ્રેન્ડન મેક્કુલમ, ન્યૂઝીલેન્ડ - 398


સનથ જયસૂર્યા, શ્રીલંકા - 352 


મહેન્દ્ર સિંહ ધોની, ભારત - 342


આ મેચમાં બાંગ્લાદેશે વેસ્ટઇન્ડિઝને 18 રનથી હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ તમીમ ઇકબાલ (103 રન) અને મહમૂદુલ્લાહ રિયાદ (અણનમ 67)ની મદદથી 301 રન ફટકાર્યા હતા. 


જવાબમાં વેસ્ટઇન્ડિઝે 50 ઓવરમાં છ વિકેટ પર 283 રન બનાવ્યા. ગેલના 73 સિવાય રોવમૈન પોવેલે અણનમ 74 રન બનાવ્યા. બાંગ્લાદેશની ટીમ વન વર્ષ બાદ એશિયાની બહાર કોઇ શ્રેણી પર કબજો કર્યો હતો.