ફુટબોલઃ રોનાલ્ડોએ કર્યો કરિયરનો 750મો ગોલ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના કરિયરનો 750મો ગોલ કર્યો છે. તેણે ઇટાલીની યુવેન્ટ્સ ક્લબ તરફથી ચેમ્પિયન્સ લીગમાં ડાયનામો કીવ વિરુદ્ધ આ ગોલ કર્યો હતો.
તુરીનઃ સ્ટાર ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના કરિયરના 750મા ગોલની મદદથી ઇટાલીની ક્લબ યુવેન્ટ્સે ચેમ્પિયન્સ લીગમાં ડાયનામો કીવને 3-0થી હરાવી દીધી. એલિયાંજ સ્ટેડિયમમાં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં યુવેન્ટ્સ માટે પ્રથમ ગોલ પ્રથમ હાફમાં ફેડેરિકો ચિએસાએ કર્યો. ત્યારબાદ રોનાલ્ડો અને મોરાટાએ ગોલ કર્યા હતા.
રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યુ, '750 ગોલ, 750 ખુશીની ક્ષણ, પ્રશંસકોના ચહેરા પર 750 હાસ્ય. બધા ખેલાડીઓ અને કોચોનો મને અહીં સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે આભાર. મારા બધા વિપક્ષીઓનો આભાર જેણે મને આકરી મહેનત કરવા માટે પ્રેરિત કર્યો. હવે મંજિલ 800.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube