વિનોદ રાય અને ડાયનાએ BCCIને 33 મહિના ચલાવ્યું, બદલામાં મળશે કરોડોની રકમ
સુપ્રીમ કોર્ટે સીઓએનો કાર્યકાળ પૂરો થયાના એક દિવસ પહેલા તેના સભ્યોને મળનારા વેતનને પણ મંજૂરી આપી દીધી છે.
મુંબઈઃ સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ બનતા બોર્ડનું કામકાજ જોઈ રહેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)ની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે. વિનોદ રાયની અધ્યક્ષતા વાળી આ સમિતિએ આશરે 33 મહિના સુધી બોર્ડનું કામકાજ સંભાળ્યું છે. સુપ્રીમ કોર્ટે સીઓએનો કાર્યકાળ સમાપ્ત થવાના એક દિવસ પહેલા તેના સભ્યોને મળનારા વેતનને પણ મંજૂરી આપી દીધી હતી. બીસીસીઆઈએ આ રકમ બે દિવસની અંદર ચુકવવી પડશે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે સીઓએને બીસીસીઆઈ ચલાવવા અને લોઢા સમિતિની ભલામણોને લાગૂ કરવા માટે તેના વેતનને મંજૂરી આપી હતી. તે પ્રમાણે સીઓએ અધ્યક્ષ વિનોદ રાય અને સભ્ય ડાયના એડલ્જી બંન્નેને 3.62 કરોડ રૂપિયા આપવામાં આવશે.
જસ્ટિસ એસએ. બોબ્ડે અને એલ. નાગેશ્વર રાવની બેન્ચને મંગળવારે એક સીલ બંધ કવરમાં સીઓએના પ્રસ્તાવિત વેતનને સોંપવામાં આવ્યું જેને પીઠે પોતાની મંજૂરી આપી હતી. તે પ્રમાણે બીસીસીઆઈ સીઓએ અને ચૂંટણી અધિકારીનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે, જેમાં કાયદાકિય કાર્યવાહીમાં કરવામાં આવેલો ખર્ચ કે અન્ય કોઈ કાર્યવાહીમાં કરવામાં આવેલો ખર્ચ સામેલ છે. કોર્ટે કહ્યું, 'સમિતિના વેતનની ચુકવણી તેના કાર્યમુક્ત થવાના આગામી 48 કલાકમાં ચુકવવામાં આવે.'
ટેસ્ટ રેન્કિંગઃ રોહિત શર્માની મોટી છલાંગ, ટોપ-10મા મારી એન્ટ્રી
કોર્ટના આદેશ પ્રમાણે, '2017 માટે સમિતિને પ્રતિ મહિના 10 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પ્રકારે 2018 માટે પ્રતિ મહિને 11 લાખ અને 2019ના પ્રતિ મહિના માટે 12 લાખની ચુકવણી કરવામાં આવશે.' રાય અને એડલ્જી શરૂઆતથી લઈને અંત સુધી સમિતિમાં રહ્યાં. રવિ થોડગે આ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યા છે, તેથી તેના વેતનની ગણતરી ફેબ્રુઆરીથી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 2017મા બીસીસીઆઈનું કામકાજ જોવા માટે સીઓએની નિમણૂક કરી હતી. વિનોદ રાય તેના અધ્યક્ષ અને ડાયના એડુલ્જી, રામચંદ્ર ગુહા અને વિક્રમ લિયમેને સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા. રામચંદ્ર ગુહા અને વિક્રમ લિમયેએ બાદમાં પોતાનું પદ છોડી દીધું હતું.