નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ની પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે કહ્યું કે, બોર્ડે નવા બંધારણનો સ્વીકાર કરી લીધો છે અને હવે 90 દિવસની અંદર બીસીસીઆઈની ચૂંટણી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાયે પત્રકારોને જણાવ્યું કે, 90 દિવસની અંદર બીસીસીઆઈની ચૂંટણી કરાવી લેવામાં આવશે અને આ સમયસીમા અમે નક્કી કરી છે. જ્યારે નવું એકમ કામ સંભાળી લેશે સીઓએ અહીંથી હટી જશે. અમે તેમ જ કામ કરશઉં જેમ ન્યાયાધીશ વિક્રમજીત સેને (ડીડીસીએ)માં કર્યું. રાયની જાહેરાત મુજબ બીસીસીઆઈ એજીએમની સાથે ચૂંટણી નવેમ્બરના અંતિમ સપ્તાહમાં થશે. 


વિનોદ રાયે કહ્યું કે, અમે બીસીસીઆઈની કાર્યવાહી અને નિર્ણય લેવાની પ્રક્રિયમાં સંપૂર્ણ પારદર્શિતા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. પત્રકારો સાથે લગભગ 40 મિનિટની વાતચીતમાં સીઓએએ અનિલ કુંબલેના રાષ્ટ્રીય ટીમના કોચ પદ છોડવા પર થયેલા વિવાદ સહિત પોતાના તમામ નિર્ણયોનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યો હતો અને પછી અમે ફરી પ્રક્રિયા શરૂ કરી હતી. ક્રિકેટની સલાહકાર સમિતિ પણ આ પ્રક્રિયાનો ભાગ હતી. 


નવા રાજ્યોના અમલીકરણમાં વ્યાવહારિક મુશ્કેલીઓ વિશે પૂછવા પર રાયે કહ્યું કે, તેમને પહેલા નવું બંધારણનો સ્વીકાર કરવા દો અને તેનું પાલન કરવા આપો. પસંદગીકારોને લઈને થનારી વ્યાવહારિક સમસ્યાનું સમાધાન કરી શકાય છે. 


રાયે પોતાના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના વેતનમાં વધારાને ગણાવી. તેમણે કહ્યું કે, હવે ખેલાડીઓ પોતાનું બિલ તૈયાર કરી શકે છે અને રકમ સીધા તેના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે.