નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી વિવાદોમાં આવી ગયો છે, આ વખતે કોફી વિથ કરણમાં તેણે કરેલી કોમેન્ટને કારણે ચર્ચામાં છે. મહત્વનું છે કે, ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા કરણ જોહરના શો કોફી વિથ કરણમાં દેખાયા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તેવી વાત કરી તેનાથી વિવાદ ઉભો થઈ ગયો હતો. આ કારણે બીસીસીઆઈએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને કારણદર્શક નોટિસ પાઠવી છે. આ નોટિસ મળ્યા બાદ બંન્ને ક્રિકેટરો સીઓએ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, હાલમાં ટીવી શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ગયા હતા. શો દરમિયાન હાર્દિક પંડ્યાએ એવી વાત કરી જેથી વિવાદ ઉભો થયો હતો. પંડ્યાની જ્યારે સોશિયલ મીડિયા પર ટિકા થઈ તો તેણે બુધવારે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સની માફી માંગી હતી. પંડ્યાએ લખ્યું, કોફી વિથ કરણમાં મારા નિવેદન પર ધ્યાન આપતા હું તે તમામની માફી માગુ છું, જેનું મેં કોઈપણ રીતે દુખ પહોંચાડ્યું છે. ઈમાનદારીથી કહું તો હું શોના અંદાજને જોતા વધુ ખુલી ગયો હતો. હું કોઈનું અપમાન કે કોઈને ભાવનાઓને દુખ પહોંચાડવા ઈચ્છતો નહતો. 


શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે બંન્ને ખેલાડીઓની અંગત જિંદગી વિશે સવાલ કર્યા હતા. પંડ્યાએ આ દરમિયાન પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ દરમિયાન રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપીને ફેન્સને હેરાન કરી દીધા હતા. પંડ્યાએ જણાવ્યું કે, તેના પરિવાર ખુલા વિચારોનો છે અને જ્યારે તેણે પ્રથમવાર યુવતીની સાથે શારીરિક સંબંધ બનાવ્યા તો ઘરે જઈને કહ્યું, આજે કરીને આવ્યો છું. 


પંડ્યાએ પોતાના જૂના સમયને યાદ કરતા તે પણ જણાવ્યું કે, પોતાના માતા-પિતાને પાર્ટીમાં લઈને ગયો, જ્યાં માતા-પિતાએ પુત્ર હાર્દિકને પૂછ્યું કે, કઈ મહિલાને જોઈ રહ્યો છે? તેણે એક બાદ એક મહિલાઓ તરફ આંગળી ચીંધીને કહ્યું, તમામને જોઈ રહ્યો છું.