મુંબઈઃ ભારતના સૌથી સફળ કેપ્ટનોમાથી એક સૌરવ ગાંગુલી બુધવારે વાર્ષિક સામાન્ય સભામાં બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બનશે, જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિનું 33 મહિનાથી ચાલી રહેલું શાસન પૂર્ણ થઈ જશે. બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે ગાંગુલીની ઉમેદવારી સર્વસંમત્તિથી થઈ હતી જ્યારે ગૃહપ્રધાન અમિત શાહનો પુત્ર સચિવ હશે. ઉત્તરાખંડનો મહીમ વર્મા નવો ઉપાધ્યક્ષ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરનો નાનો ભાઈ અરૂણ ધૂમલ કોષાધ્યક્ષ બનશે. જ્યારે કેરલના જએશ જોર્જ સંયુક્ત સચિવ હશે. ગાંગુલીનો કાર્યકાળ 9 મહિનાનો હશે અને તેણે જુલાઈમાં પદ છોડવું પડશે, કારણ કે નવા બંધારણોની જોગવાઇ અનુસાર છ વર્ષના કાર્યકાળ બાદ 'વિશ્રામની અવધિ' ફરજીયાત છે. 


ગાંગુલી બંગાળ ક્રિકેટ સંઘના સચિવ અને બાદમાં અધ્યક્ષ પદના પોતાનો અનુભવનો સંપૂર્ણ ઉપયોગ કરશે. તેણે કેટલાક લક્ષ્ય નક્કી કરી રાખ્યા છે જેમાં પ્રશાસનને પાટા પર લાવવું અને પ્રથમ શ્રેણીના ક્રિકેટરોના પગારમાં વધારો સામેલ છે. 'હિતોના ટકરાવ'ના નિયમો વચ્ચે ગાંગુલીની સાથે પડકાર ક્રિકેટ સલાહકાર સમિતિ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં સારા ક્રિકેટરોને લાવવાનો પણ હશે. 

રોહિતે કહ્યું- ટેસ્ટમાં ઓપનિંગની તક આપવા માટે વિરાટ અને શાસ્ત્રીનો આભાર   


તેણે પાછલા સપ્તાહે કહ્યું હતું, 'મારા માટે આ કંઇક સારૂ કરવાની સૂવર્ણ તક છે.' 10 મહિનાનો સમય ગાળો નાનો છો અને તેણે તે પણ જોવાનું રહેશે કે ગાંગુલી બીસીસીઆઈના જૂના ધુરંધરો એન શ્રીનિવાસન અને નિરંજન શાહને કેમ મેનેજ કરે છે જેના બાળકો હવે બીસીસીઆઈનું અંગ છે. શ્રીનિવાસનના વિશ્વાસુ આઈપીએસના ચેરમેન બૉજેશ પટેલ સાથે તેના સંબંધો કેવા રહેશે તે પણ જોવાનું રહેશે. 

રાંચી ટેસ્ટઃ મેચ બાદ પત્રકાર પરિષદમાં ધોની-ગાંગુલીના સવાલ પર હસવા લાગ્યો કોહલી


ક્રિકેટની નીતિઓ સિવાય એમએસ ધોનીનું ભવિષ્ય, ડે-નાઇટની ટેસ્ટ ક્રિકેટ અને સ્થાયી ટેસ્ટ કેન્દ્રો પર પણ તેનું વલણ જોવાનું રહેશે. સીઓએ પ્રમુખ વિનોદ રાયે કહ્યું હતું કે, એજીએમ દરમિયાન પૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 'પહેલા પાછલા ત્રણ વર્ષના ખાતાને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ ચૂંટાયેલી અધિકારીના ચૂંટણી પરિણામની જાહેરાત કરવામાં આવશે, કારણ કે બધા બિનહરીફ ચૂંટાયા છે. અમે સૌરવ સાથે વાત કરીને કાલનો કાર્યક્રમ નક્કી કરીશું.'