નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ) ગુરૂવારે અહીં યોજાનારી બેઠક દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ દ્વારા એક ટીવી શો દરમિયાન મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીના મામલો બીસીસીઆઈના નવનિયુક્ત લોકપાસ ડી કે જૈનને સોંપશે. રાહુલ અને પંડ્યાને એક ચર્ચિત ટીવી કાર્યક્રમ દરમિયાન અભદ્ર ટિપ્પણીઓ માટે અસ્થાયી સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડશન પરત લઈ લેવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે હવે વિવાદોના સમાધાન માટે લોકપાલ નિયુક્ત કરી દીધા છે તો રાહુલ અને પંડ્યા સાથે જોડાયેલા મામલા પર પણ તે નિર્ણય કરસે. સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ જૈને મંગળવારે કહ્યું હતું કે, તે રાહ જોઈ રહ્યાં છે કે સીઓએ તેમને કોઈ મામલો સોંપે અને તેમાં પંડ્યા અને રાહુલનો મામલો પણ સામેલ છે. રાહુલ અને પંડ્યાની વિવાદીત ટિપ્પણીથી વિવાદ થયો હતો અને તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વચ્ચેથી ભારત બોલાવી લેવામાં આવ્યા હતા. ગુરૂવારે પ્રથમવાર સીઓએના નવા સભ્ય લેફ્ટિનેન્ટ જનરલ રવિ થોડગે પણ બેઠલમાં ભાગ લેશે. તેમની નિમણુક ગત મહિને કરવામાં આવી હતી અને ગત બેઠકમાં તેમણે ફોનથી પોતાની વાત રાખી હતી. 


ચેરમેન વિનોદ રાય અને ડાયના એડુલ્જી સીઓએના અન્ય બે સભ્યો છે. સીઓએની બેઠકમાં બીસીસીઆઈના આતંકવાદને આશરો આપતા દેશોની સાથે સંબંધ સમાપ્ત કરવાને લઈને લખેલા પત્ર પર આઈસીસીના ઢુલમૂલ વલણો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. આઈસીસીએ બીસીસીઆઈનો આગ્રહ તે કહીને નકારી દીધો હતો કે આ પ્રકારના મામલામાં તેની કોઈ ભૂમિકા નથી. આ સાથે 23 માર્ચથી શરૂ થઈ રહેલા આઈપીએલ સાથે જોડાયેલા મામલા પર પણ ચર્ચા છશે. 


બીસીસીઆઈએ આઈપીએલના પ્રથમ બે સપ્તાહ માટે કાર્યક્રમ જાહેર કર્યો છે તથા તે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવા માટે સામાન્ય ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યું છે. બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું, આઈપીએલ સાથે જોડાયેલા નાણાકિય અને કાર્યક્રમ સંબંધી મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 
 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર