કનેરિયા મામલાએ વિવાદ પકડ્યો તો બેકફુટ પર આવ્યો શોએબ અખ્તર, હવે કરી સ્પષ્ટતા
આ દિવસોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યૂસુફ ચર્ચામાં છે. આ મામલો `રાવલપિંડી એક્સપ્રેસ`ના નામથી જાણીતા રહેલા શોએબ અખ્તરના એક ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલો છે.
નવી દિલ્હીઃ આ દિવસોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યૂસુફ ચર્ચામાં છે. આ મામલો 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણીતા રહેલા શોએબ અખ્તરના એક ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલો છે, જેમાં તેણે કહ્યું હતું કે, પાકિસ્તાની ટીમના કેટલાક ક્રિકેટર દાનિશ કનેરિયાની સાથે હિન્દુ હોવાને કારણે ભેદભાવ કરતા હતા.
શોએબ અખ્તરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. દાનિશ કનેરિયાને નિવેદન જારી કરીને શોએબ અખ્તરનો આભાર માન્યો હતો. સાથે કનેરિયાએ આ મામલાને રાજકીય રંગ ન આપવાની અપીલ પણ કરી હતી.
આ વિવાદ વાયરલ થયા બાદ શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર સ્પષ્ટતા કરી છે. 10:09 મિનિટના આ વીડિયોમાં તેણે કહ્યું કે, તેનો ઈરાદો સારી વાતો કરી સમાજને સારા બનાવવાનો છે, પરંતુ ખુબ મોટો વિવાદ ઉભો કરી દેવામાં આવ્યો છે. તેણે વિવાદના કારણ પર પોતાની વાત રાખી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube