ગોલ્ડ કોસ્ટઃ કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠા દિવસે ભારતીય બોક્સરોના પંચનો દમ જોવા મળ્યો હતો. ભારતના પાંચ બોક્સરો સેમિફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. આ સાથે ભારતે બોક્સિંગમાં પાંચ મેડલ પાકા કરી લીધા છે. બસ માત્ર હવે જોવાનું છે કે આ મેડલનો કલર કેવો હશે. સમર્થકો ગોલ્ડની આશા લગાવીને બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું મનોજ લગાવશે ગોલ્ડન પંચ? 
ભારતના સૌથી અનુભવી સ્ટાર બોક્સર મનોજ કુમારે 69 કિલોગ્રામ ભાર વર્ગની સ્પર્ધાના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મનોજે ક્વાર્ટર ફાઇનલના મહત્વના મેચમાં યજમાન દેશ ઓસ્ટ્રેલિયાના ટૈરી નિકોલને 4-1થી પરાજય આપ્યો. આ સાથે મનોજે બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો છે. પ્રથમ રાઉન્ડની શરૂઆતમાં બંન્ને બોક્સરોએ ધીમો અને ડિફેન્સિવ રમત રમી, પછી ધીમે-ધીમે મનોજે પોતાના વિપક્ષીની નબળાઇનેઓળખીને એટેક કર્યો. જેનો તેને ફાયદો થયો. બીજા રાઉન્ડમાં ટેરી શરૂઆતથી રક્ષાત્મક હતો અને સતત પાછળ જઈ રહ્યો હતો. મનોજે તેની રણનીતિને ઓળખી અને હાવી થઈ ગયો. ટેરી પોતાની રણનીતિમાં સફળ પણ રહ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં મનોજ આક્રમક હતો પરંતુ ટેરીએ પણ કેટલાક પંચ લગાવ્યા હતા. 


46-49 કિલો વર્ગમાં અમિતની શાનદાર જીત
યુવા બોક્સર અમિત પંઘાલે પોતાની દમદાર રમતથી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે સ્કોટલેન્ડના અકીલ અહમદને 5-0થી હરાવીને સેમિમાં સ્થાન મેળવ્યું. પ્રથમ રાઉન્ડમાં અકીલે અમિતના આક્રમક પંચોથી બચવા માટે શાનદાર ડિફેન્સ કર્યું. અંતિમ મિનિટોમાં વિરોધી બોક્સરે અમિતની વિરુદ્ધ પંચ મારવાનો પ્રયત્ન કર્યો. બીજા રાઉન્ડમાં અકીલ પણ આક્રમક જોવા મળ્યો. અહીં અમિતે અકીલના પંચોથી બચવા શાનદાર ડિફેન્સ કર્યું. અહીં અમિતે તેના લેફ્ટ હુકનો શાનદાર ઉપયોગ કર્યો. અંતિમ થોડી સેકન્ડમાં અમિતે આક્રમક રમત રમી અને સારા પંચ માર્યા. બંન્ને બોક્સરો વચ્ચે ત્રીજો રાઉન્ડ રોમાંચક રહ્યો હતો. અહીં એક સમયે અકીલે ડિફેન્સ કરવાનું છોડી દીધું હતું અને તેનો ફાયદો ઉઠાવીને અંમિતે સ્કોટલેન્ડના બોક્સર પર ઘણા  પંચ માર્યા અને અંતમાં જીત મેળવીને સેમિમાં ર્પવેશ કરી લીધો છે. 


91 કિલોવર્ગમાં જોવા મળ્યું નમનના પંચનો દમ
ભારતીય બોક્સર નમન તંવરે શાનદાર પ્રદર્શન કરતા 91 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. નમને પ્રથમ રાઉન્ડથી જ મેચ પર દબદબો બનાવી રાખ્યા. ત્રણ મિનિટના પ્રથમ રાઉન્ડમાં નમને પોતાના રાઇટ હુક અને અપર કટનો સારો પ્રયોગ કર્યો. પરંચુ ચેને સામોઆના બોક્સર તરફથી ટક્કર મળી હતી. બીજા રાઉન્ડમાં નમન સંભાળીને રમતો જોવા મળ્યો. તે ફ્રૈંકની દરેક ચાલને સમજવાનો પ્રયત્ન કરતો હતો. તેમાં પણ નમને પોતાના રાઇટ હુકનો પ્રયોગ કર્યો અને વિરોધી પર હાવી થઈ ગયો. સેમિફાઇનલમાં હવે નમનની ટક્કર શુક્રવારે ઓસ્ટ્રેલિયાના જેસન વ્હાટલે સાથે થશે. 


56 કિલોગ્રામ સ્પર્ધામાં હુસામુદ્દીનની જીત
હુસામુદ્દીન પુરૂષોની 56 કિલોગ્રામ સ્પર્ધામાં સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. મોબમ્મદે ક્વાર્ટર ફાઇનલમાં જાંબિયાના એવિરિસ્ટો મુલેંગિયાને સરળતાથી 5-0થી હરાવ્યો. આ જીત સાથે મોહમ્મદે બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો છે. ભારતીય ખેલાડી મોહમ્મદ પોતાના વિરોધી ખેલાડી પર હાવી જોવા મળ્યો હતો. મુલેંગિયા વધુ આક્રમક દેથાયો અને તેનો ફાયદો મોહમ્મદે ઉઠાવ્યો. તેણે તેના ફુટવર્કને શાનદાર ઉપયોગ કર્યો હતો. મોહમ્મદ સેમિમાં પહોંચનારો ત્રીજો ભારતીય છે. 


91 પ્લસમાં સતીશની જીત
ભારતના સતીશ કુમારે બોક્સિંગના 91 પ્લસ કિલોગ્રામ ભારવર્ગની સ્પર્ધાની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સતીશે ત્રિનિદાદ એન્ડ ટોબૈગોના નાઇજલ પોલને ક્વાર્ટર ફાઇનલમાં 4-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ સાથે તેણે પણ બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો છે.