ગોલ્ડ કોસ્ટઃ ભારતીય મહિલા હોકી ટીમે 21માં રાષ્ટ્રમંડળ ખેલની શરૂઆત નિરાશાજનક રીતે કરી છે. ભારતને પ્રથમ મેચમાં વેલ્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. વેલ્સે ગોલ્ડ કોસ્ટ હોકી સેન્ટરમાં રમાયેલી મેચમાં ભારતને 3-2થી ઐતિહાસિક પરાજય આપ્યો. આ વેલ્સની ભારત પર હોકી ઈતિહાસમાં પ્રથમ જીત છે. ભારતીય ટીમને આ મેચમાં 15 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ તેમાં એક ગોલમાં ફેરવી શકી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાતમી મિનિટમાં વેલ્સે કર્યો પ્રથમ ગોલ
વેલ્સે શરૂઆતી મિનિટોમાં ભારત પર દબાણ બનાવ્યું, પરંતુ ભારતીય  મહિલાઓએ જલદી આ દબાણ પર કાબુ મેળવ્યો, પરંતુ વેલ્સને પ્રથમ ગોલ કરવાથી ન રોકી શક્યું. સાતમી મિનિટમાં જ વેલ્સે આ રાષ્ટ્રમંડળ ખેલમાં પોતાનો પ્રથમ ગોલ કરી દીધો. તેના માટે આ ગોલ સિયાન ફ્રેન્ચે કર્યો. તેણે શાનદાર સ્વીપ શોટ દ્વારા આ ગોલ કર્યો હતો. 


ભારતને 9મી મિનેટે મળી પેનલ્ટી કોર્નર
ભારતે કાઉન્ટર એટેક કર્યો અને મેચની નવમી મિનિટે પ્રથમ પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી. પ્રથમ હાફના અંતમાં સુધીમાં ભારતને બે પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતીય ટીમ ગોલ કરવાનું ચૂકી ગઈ હતી. 


બીજા ક્વાર્ટરની 18મી મિનિટે વેલ્સને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ભારતીય ડિફેન્સે ગોલ બચાવી લીધો હતો. આ વચ્ચે 26મી મિનિટે વેલ્સને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો જેને ગોલમાં ફેરવીને સિયાન ફ્રેન્ચે વેલ્સને 2-0થી આગળ કરી દીધું હતું. 


41મી મિનિટે નિકી પ્રધાને કર્યો ગોલ
બીજા ક્વાર્ટરનો અંત વેલ્સે બે ગોલની લીડ સાથે કર્યો. પરંતુ ભારતે ત્રીજા ક્વાર્ટરમાં વાપસી કરી. ભારતને 34મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો અને કેપ્ટન રાની રામપાલે તેને ગોલમાં ફેરવી દીધો હતો. 


અહીંથી ભારતીય મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો અને મેચની 41મી મિનિટે નિકી પ્રધાને વધુ એક ગોલ કરીને સ્કોર 2-2ની બરોબરી પર લાવી દીધો હતો. 


44મી મિનિટે ભારતને 11મો પેનલ્ટી કોર્નર મળ્યો જેને ભારતે ગોલ કર્યો, પરંતુ વેલ્સે રેફરલ લીધું અને ગોલને નકારી દેવામાં આવ્યો. 


ભારત સતત દબાવ બનાવી રહ્યું હતું, પરંતુ વેલ્સને વધુ એક મોકો મળ્યો અને મેચની 57મી મિનિટે નતાશાએ વેલ્સ માટે ગોલ કરીને ટીમને 3-2થી આગળ કરી દીધી હતી.