Commonwealth games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022ના પાંચમા દિવસે ભારતે સારું પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાના ખાતામાં બે ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ આવ્યા. અનેક રેકોર્ડ પણ બન્યા. ખેલાડીઓેએ દેશનું નામ રોશન કર્યું. જ્યારે કેટલાક ખેલાડીઓ જરા માટે થઈને મેડલ ચૂકી ગયા. ટીમ ઈન્ડિયાના મેડલની સંખ્યા હવે 13 થઈ ગઈ છે. જેમાંથી 5 ગોલ્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડમિન્ટનમાં મળ્યો સિલ્વર
ભારતની ટીમે બેડમિન્ટન મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો. ટીમ મલેશિયા સામે 1-3થી હારતા ગોલ્ડ મેડલથી ચૂકી ગઈ અને સિલ્વર ઝોળીમાં આવ્યો. 


કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર


1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ


મેડલ ટેલીમાં ભારત હાલ 13 મેડલ સાથે છઠ્ઠા નંબરે છે. જેમાંથી 5 ગોલ્ડ મેડલ છે. જ્યારે 5 સિલ્વર મેડલ અને 3  બ્રોન્ઝ મેડલ સામેલ છે. જેમાંથી ચાર મેડલ બે ઓગસ્ટે મળ્યા. જે ટેબલ ટેનિસ, લોન બોલ્સ, બેડમિન્ટન અને વેઈટલિફ્ટિંગમાં મળ્યા છે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા 101 મેડલ સાથે પહેલા નંબરે છે. તેણે 40 ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્યારબાદ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો નંબર આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube