Sudhir Win Gold in Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ રચ્યો. તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને આ કારનામું કર્યું. ભારત પાસે હવે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 6 ગોલ્ડ મેડલ આવ્યા છે. સુધારે 212 કિલોગ્રામ વજન ઉચક્યું અને ગોલ્ડ પોતાના નામે કર્યો. પહેલીવાર ભારતે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. બીજી બાજુ મુરલીએ પણ વિશેષ ઉપલબ્ધિ મેળવતા લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. 


સુધીરે જીત્યો ગોલ્ડ
સુધીર ભારત માટે પેરા પાવરલિફ્ટિંગમાં સુવર્ણ જીતનારા પહેલા એથલિટ બન્યા છે. સુધીર કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનારા પહેલા ભારતીય છે. તેમણે પોતાના બીજા પ્રયત્નમાં 212 કિલોગ્રામ વજન ઉઠાવીને રેકોર્ડ 134.5 અંક સાથે ગોલ્ડ જીત્યો જો કે અંતિમ પ્રયત્નમાં 217 કિલોગ્રામ વજન ઉઠાવવામાં  તેઓ સફળ થયા નહીં.  નાઈજીરિયાના ઈકેચુકવું ક્રિસ્ટિયન ઉબિચુકવુંએ 133.6 અંક સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યુલેએ 130.9 અંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ક્રિસ્ટિયને 197 કિલોગ્રામ જ્યારે યુલેએ 192 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube