કોહલી અને રોહિત વચ્ચે નંબર 1 માટે જબરદસ્ત રેસ, ડિસેમ્બરમાં થશે વિજેતાનો નિર્ણય
છેલ્લા કેટલાક વર્ષોમાં વન ડે ક્રિકેટમાં ભારતના શ્રેષ્ઠ પ્રદર્શનનું શ્રૈય વિરાટ કોહલી તેમજ રોહિત શર્માની જોડીને જાય છે
નવી દિલ્હી : વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન અને વાઇસ કેપ્ટન જ નહીં પણ બે મોટા ક્રિકેટ સ્ટાર પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વન ડે ક્રિકેટમાં ભારતના શ્રેષ્ઠ પ્રદર્શનનું શ્રૈય વિરાટ કોહલી તેમજ રોહિત શર્માની જોડીને જાય છે. આ બંને વચ્ચે નંબર વન માટે રસપ્રદ રેસ ચાલતી રહે છે. 2019માં પણ આ બંને ક્રિકેટરો વચ્ચે નંબર વન માટે રસપ્રદ રેસ થઈ હતી. હવે પરિણામ માટે ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા (Rohit Sharma) વચ્ચે હાલમાં 2019માં સૌથી વધારે રન અને સદી કરવાની રેસ ચાલી રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) 2019માં દુનિયામાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ વર્ષે 23 મેચમાં 64.4ની સરેરાશથી 1288 રન બનાવ્યા છે. રોહિત શર્મા આ મામલામાં બીજા નંબર પર છે. તેણે 25 મેચમાં 53.56ની સરેરાશથી 1232 રન બનાવ્યા છે. વિરાટ કોહલી (95.90)નો સ્ટ્રાઇક રેટ પણ રોહિત શર્મા (95.90)થી બહેતર છે.
ભારતીય ટીમ આ વર્ષે વધારે વન ડે મેચ નથી રમી રહી. આ વર્ષે ભારત ડિસેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ત્રણ મેચોની વન ડે સિરીઝ રમવાની છે. આ મેચના પર્ફોમન્સના આધારે કોણ બાજી મારે છે એ નક્કી થશે.