રન આઉટને લઈને પિચ પર ટકરાયા બે બેટ્સમેન- તું આઉટ, ના તું આઉટ
ક્રિકેટ મુકાબલા દરમિયાન મેદાન પર ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ હંમેશા ચર્ચામાં રહે છે. રસપ્રદ નજારો ત્યારે જોવા મળે છે, જ્યારે એક જ ટીમના ખેલાડી આસપમાં ટકરાય જાય છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ મુકાબલા દરમિયાન મેદાન પર ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ હંમેશા ચર્ચામાં રહે છે. રસપ્રદ નજારો ત્યારે જોવા મળે છે, જ્યારે એક જ ટીમના ખેલાડી આસપમાં ટકરાય જાય છે. આવી એક ઘટના બુધવારે કુઆલાલમ્પુરમાં જોવા મળી હતી.
કુઆલાલમ્પુરના Kinrara Academy Ovalમા કેનેડા અને ડેનમાર્ક વચ્ચે CWC Challenge League Group Aની મેચ દરમિયાન વિકેટો વચ્ચે દોડવામાં થયેલી ભૂલને કારણે બેટ્સમેનોમાં તૂ-તૂ મેં-મેંની ઘટના જોવા મળી હતી.
હકીકતમાં, કેનેડાના બેટ્સમેન હમજા તારિકે પોતાના શોટ પર એક રન લીધો, પરંતુ બીજો રન લેવાના પ્રયત્નમાં હમજા અને તેના સાથી બેટ્સમેન રવીન્દ્ર પાલ સિંહ એક છેડે આવી ગયા અને ડેનમાર્કના વિકેટકીપર અબ્દુલ હાશમીએ જોનાસ હેનરિક્સનના થ્રો પર તક ગુમાવ્યા વિના ખાલી પડેલી સ્ટમ્પ ઉડાળી હતી.
... ત્યારબાદ એક છેડે ઉભેલા કેનેડાના બંન્ને બેટ્સમેનોમાં રન આઉટને લઈને વિવાદ શરૂ થયો કે તું આઉટ છે,,, તું આઉટ છે. આખરે હમજા તારિકે મેદાન છોડીને પરત જવું પડ્યું હતું. @cricketworldcupએ આ રસપ્રદ ઘટનાનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. ત્યારબાદ આઈસીસીએ પોતાના ટ્વીટર હેન્ડલ @ICC પર કંઇક આ પ્રકારથી પોતાની પ્રતિક્રિયા આપી છે.