નવી દિલ્હીઃ બીસીસીઆઈએ ગુરૂવારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને જગ્યા ન આપી તો અલગ-અલગ ચર્ચાઓ થવા લાગી. સોશિયલ મીડિયા પર પણ વાત થઈ કે ધોનીનો યુગ પૂરો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર તો નિવૃતીની ચર્ચા સાથે #thankyoudhoni ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયો હતો. ફેન્સ ભાવુક થઈ ગયા હતા. તેવામાં તે સમજવું મહત્વપૂર્ણ છે કે કોન્ટ્રાક્સ લિસ્ટમાં નામ ન હોવાનો શું મતલબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોની માટે ટીમના દરવાજા બંધ નહિઃ અધિકારી
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈએ ગુરૂવારે ઓક્ટોબર-2019થી લઈને સપ્ટેમ્બર 2020 સુધી પોતાના કરારની જાહેરાત કરી જેમાં સૌથી મોટો મુદ્દો એમએસ ધોનીને જગ્યા ન મળવાનો રહ્યો. પરંતુ બીસીસીઆઈના એક અધિકારી પ્રમાણે તેનો મતલબ એવો નથી કે, ધોની માટે ટીમના દરવાજા બંધ થઈ ગયા છે. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટ લિસ્ટનું દેશ માટે રમવા સાથે કોઈ લેવા-દેવા નથી. 


તો પછી ધોનીનું નામ લિસ્ટમાં કેમ નહીં?
અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે, ધોની સારૂ પ્રદર્શન કરી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાની દાવેદારી રજૂ કરી શકે છે. તેમણે કહ્યું, 'વાત સીધી રીતે લો. કોન્ટ્રાક્ટ મળવો તે વાતને ગેરંટી આપતું નથી કે તમે દેશ માટે રમી શકો કે નહીં, નિયમિત ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ઈમાનદારીથી કહું તો ધોની વનડે વિશ્વકપ બાદ રમ્યો નથી તેથી તેનું નામ કરારમાં નથી.'


પહેલા પણ એવા ખેલાડી થયા, જે કોન્ટ્રાક્સ વિના રમ્યા
તેમણે કહ્યું, જો કોઈ તેને રસ્તો બંધ થવા અને પસંદગીકારોના સંકેત મળ્યાની જેમ જુએ તો તેવું નથી. અધિકારીએ કહ્યું, 'જો તે (ધોની) ઈચ્છે તો હજુ પણ સારૂ પ્રદર્શન કરી રાષ્ટ્રીય ટીમમાં પરત આવી શકે છે અને તેમાં ટી20 વિશ્વકપ સામેલ છે. ઈમાનદારીથી કહું તો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ધોનીના ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી.' તેમણે કહ્યું, પહેલા પણ એવા ખેલાડી રહ્યાં છે જે કોન્ટ્રાક્સ વિના રમ્યા છે અને તમે ભવિષ્યમાં પણ જોશો. વસ્તુને લઈને અટકળો લગાવવાથી કંઇ થતું નથી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર