નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહેલ મોહમ્મદ શમી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઇ ગયો છે. ભારતીય ફાસ્ટ બોલર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે તેના પર આઈપીસીની કલમ 498A હેઠળ દહેજ પજવણી અને 354A હેઠળ જાતીય સતામણીનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ દાખલ થયાની સાથે શમીની વિશ્વકપમાં રમવાની આશા પર પાણી ફરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 વર્ષના મોહમ્મદ શમી પર આ તમામ આરોપ તેની પત્ની હસીન જહાંએ લગાવ્યા છે. તેણે આ આરોપ ગત વર્ષે લગાવ્યા હતા. હસીન જહાંએ તે પણ આરોપ લગાવ્યો હતો કે શમી મેચ ફિક્સિંગમાં સામેલ હોઈ શકે છે. પરંતુ બીસીસીઆઈએ તપાસ બાદ ફિક્સિંગના આરોપોમાં તેને ક્લીન ચિટ આપી દીધી હતી. 


શું છે શમી-હસીન જહાંનો વિવાદ
ગત વર્ષે શમી દક્ષિણ આફ્રિકાના પ્રવાસેથી પરત આવ્યો ત્યારબાદ હસીન જહાં સાથે વિવાદ થયો હતો. આ વિવાદ સાર્વજનિક થઈ ગયો હતો. હસીન જહાંએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ઘણા ફોટો અને વોટ્સએપના સ્ક્રીનશોટ શેર કરતા શમી પર યુવતીઓ સાથે ગેરકાયદે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો. 



વિશ્વકપની ટીમમાં સ્થાન પાક્કું
ઉત્તરપ્રદેશના અમરોહાના મોહમ્મદ શમીએ અત્યાર સુધી 40 ટેસ્ટ, 63 વનડે અને સાત ટી20 મેર રમી છે. તેણે છેલ્લા ત્રણ મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપની ટીમમાં તેણે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. વિશ્વકપ આગામી 30 મેથી રમાશે.