ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રીકા વચ્ચે એક ખુબ જ રોમાંચક મેચ જોવા મળી હતી. મેચ છેલ્લી ઓવર સુધી ગઈ જેમાં ભારતે એક ઓવરમાં 16 રન બચાવવાના હતા. ત્યારે ક્રિસ પર ડેવિડ મિલર જેવો ખતરનાક બેટ્સમેન હાજર હતો. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. તેના પહેલા જ બોલ પર મિલરે હવામાં બોલ જોરથી ઉછાળ્યો અને છગ્ગો માર્યો પરંતુ સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર એક જબરદસ્ત કેચ કર્યો. આ એક એવો મેચ વિનિંગ કેચ હતો જેણે ભારતની જીત પાક્કી કરી દીધી. પરંતુ આ કેચ બાદમાં વિવાદમાં સપડાયો. આ વિવાદ વચ્ચે હવે દક્ષિણ આફ્રીકના જ એક દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટરે સૂર્યકુમાર યાદવના કેચ પર થયેલા વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી પૂરી સચ્ચાઈ
દક્ષિણ આફ્રીકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ કોમેન્ટેટર શોન પોલકે આ અંગે પૂરેપૂરી સચ્ચાઈ જણાવી છે. તેમણે ટાઈમ્સ ઓફ કરાચીને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સૂર્યકુમાર યાદવે મિલરનો જે કેચ કર્યો તે સંપૂર્ણ રીતે ઠીક હતો. તેમાં ક્યાંય કોઈ પણ પ્રકારની કમી નહતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી રોપના કુશનને પાછળ  હટાવ્યું નહતું. પોલકે સૂર્યકુમાર યાદવના કેચના વખાણ પણ કર્યા. અત્રે જણાવવાનું કે મેચ દરમિયાન શોન પોલક મેદાન પર જ હાજર હતા. હવે તેમના આ નિવેદનથી સ્પષ્ટ થઈ જાય છે કે ટીમ ઈન્ડિયા પર લાગેલા આરોપ પાયાવિહોણા છે. 


સૂર્યકુમાર યાદવના જે કેચે ભારતની જીત પાક્કી કરી, તેના પર કોણે વાંધો ઉઠાવ્યો? Video