રિયો ડે જેનેરિયોઃ કોપા અમેરિકાના ફાઇનલમાં સોમવારે બ્રાઝિલે પેરૂને 3-1થી હરાવીને 12 વર્ષ બાદ ફરી ટૂર્નામેન્ટ જીતી છે. આ સાથે બ્રાઝિલે પોતાની યજમાનીમાં કોપા અમેરિકા જીતવાનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે. 1919, 1922, 1949, 1989 બાદ આ પાંચમી વખત છે જ્યારે બ્રાઝિલે કોપા અમેરિકાની યજમાની કરી અને તેણે ટૂર્નામેન્ટમાં જીત હાસિલ કરી છે. બ્રાઝિકે કુલ 9મી વખત કોપા અમેરિકાનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાઝિલે ટૂર્નામેન્ટનું નવુ ફોર્મેટ (1993 બાદ)માં અત્યાર સુધી 6 વખત ફાઇનલ રમી છે. તેમાં તેને 5 વખત જીત મળી છે. ટીમને એકમાત્ર હાર 1995ના ઉરુગ્વે વિરુદ્ધ મળી હતી. બ્રાઝિલ માટે ગ્રેબિયલ હેસુસ ટોપ પરફોર્મર રહ્યો હતો. તેણે એક ગોલ કર્યો, જ્યારે એક અન્ય ગોલમાં આસિસ્ટ કર્યું હતું. 


બ્રાઝિલ શરૂઆતથી આક્રમક
ગ્રુપ સ્ટેજમાં પેરૂ વિરુદ્ધ 5-0થી જીત મેળવી ચુકેલા બ્રાઝિલે આ મેચમાં પણ શરૂઆતથી આક્રમકતા દાખવી હતી. 15મી મિનિટમાં હેસુસે બે ડિફેન્ડરો વચ્ચેથી પાસ કર્યો અને બોલ ખાલી ક્ષેત્રમાં ઉભેલા એવરટન સોઆરેસની પાસે પહોંચાડ્યો હતો. એવરટને કોઈ ભૂલ કર્યા વિના ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો. પેરૂએ હાફ ટાઇમની એક મિનિટ પહેલા પેનલ્ટી પર ગોલ કરીને બરોબરી હાસિલ કરી લીધી હતી. રેફરીએ બોલ થિએગો સિલ્વાના હાથમાં લાગ્યા બાદ પેરૂને પેનલ્ટી આપી હતી. 

World Cup 2019 INDvsNZ: ... તો મેચ રમ્યા વિના જ ફાઇનલમાં પહોંચી જશે ટીમ ઈન્ડિયા!


ગોલના પ્રયાસમાં સફળ ન થયું પેરૂ
ગ્રેબિયલ હેસુસે ફરી એકવાર ફરી બોલ પોતાના કબજામાં કર્યો અને હાફ ટાઇમની આગળ એક્સ્ટ્રા ટાઇમમાં ત્રીજી મિનિટ પર ગોલ કરીને બ્રાઝિલને 2-1ની લીડ અપાવી દીધી હતી. પેરૂએ ત્યારબાદ ગોલ કરવાના ઘણા પ્રયત્ન કર્યા ખાસ કરીને 70મી મિનિટમાં ગ્રેબિયલ હેસુસને રેડ કાર્ડ પર બહાર મોકલ્યા બાદ, પરંતુ બ્રાઝિલના મજબૂત ડિફેન્સે અંત સુધી તેને ગોલ કરવાની તક ન આપી. મેચની અંતિમ મિનિટમાં સબ્સ્ટીટ્યૂટ ખેલાડી રિચરલિસનને પેનલ્ટીની તક મળી, જેથી બ્રાઝિલે પોતાની લીડ 3-1 કરી લીધી હતી.