Corona Virus: Rajasthan Royals એ લંબાવ્યો મદદનો હાથ, દાન કર્યા કરોડો રૂપિયા
કોરોના વાયરસની (Corona Virus) બીજી લહેરથી દેશ ખરાબ રીતે વ્યથિત છે. આ રોગચાળાને કારણે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં હવે આઇપીએલની (IPL) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સએ (Rajasthan Royals) મદદનો હાથ લંબાવ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની (Corona Virus) બીજી લહેરથી દેશ ખરાબ રીતે વ્યથિત છે. આ રોગચાળાને કારણે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં હવે આઇપીએલની (IPL) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સએ (Rajasthan Royals) મદદનો હાથ લંબાવ્યો છે.
રાજસ્થાને દાન કર્યા કરોડો રૂપિયા
હવે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સએ (Rajasthan Royals) પણ ભારતની કોરોના સામેની લડતમાં પોતાનો હાથ લંબાવ્યો છે. રાજસ્થાનએ નક્કી કર્યું છે કે તેઓ 7.5 કરોડની જંગી રકમ દાનમાં આપશે, જેથી કોરોના સાથે સંઘર્ષ કરતા લોકોને આખા દેશમાં મદદ મળી શકે. રાજસ્થાનએ એક ટ્વીટ દ્વારા આ માહિતી લોકોમાં શેર કરી છે. રાજસ્થાન પણ આવું કરનારી આઈપીએલની પ્રથમ ટીમ છે.
IPL માંથી બહાર થયા 10 દિગ્ગજ ક્રિકેટર, એક ભારતીયનો પણ સમાવેશ, જાણો શું કારણ ગણાવ્યું?
ભારતની સ્થિતિ ખરાબ
કોરોના વાયરસની (Corona Virus) બીજી લહેરને કારણે આ સમયે ભારતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ ઉપરાંત આ મહામારીને કારણે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જો કે, હવે ઘણા વિદેશી દેશો મદદ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube