દુબઈઃ કોરોનાની મહામારીએ રમત જગતને સંપૂર્ણ ઠપ્પ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ તે તમામ ક્વોલિફઇંગ સ્પર્ધાઓને સ્થગિત કરી દીધી છે, જે 30 જૂન પહેલા યોજાવાની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના પ્રકોપથી વિશ્વભરમાં અત્યાર સુધી 21,000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. 4 લાખથી વધુ લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત છે. 


આઈસીસીના હેડ ઓફ ઈવેન્ટ્સ ક્રિસ ટેટલીએ કહ્યું કે, હાલની સ્થિતિમાં મહત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓ અને વિશ્વભરમાં સરકારો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. 


Coronavirus: કોરોના સામે લડવા પીવી સિંધુએ કરી 10 લાખ રૂપિયાની મદદ 

પુરૂષોના આઈસીસી ટી20 વર્લ્ડકપ ટ્રોફી ટૂર પણ એપ્રિલમાં શરૂ થશે નહીં. આઈસીસીએ કહ્યું, અમે સ્થિતિ પર નજર રાખીશું અને ટ્રોફી ટૂર વિશે બાદમાં નિર્ણય લેવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર