નવી દિલ્હી: કોરોના વાયરસના લીધે ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટાળી દેવામાં આવતા ખેલપ્રેમીઓ માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) આ ટી20 લીગને કરાવવા માટે પુરી રીતે તૈયાર જોવા મળી રહી છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે જો આ લીગ એપ્રિલમાં શરૂ નહી થાય તો મે મહિનામાં પણ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઇએ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આઇપીએલને 29 માર્ચથી 15 એપ્રિલ સુધી ટાળી દીધી છે. આ દરમિયાન કોરોના વાયરસ ભારતમાં ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો છે. આ એકદમ ખતરનાક સ્ટેજ છે. જેમાં આ વાયરસ ઝડપથી ફેલાય છે. જેથી દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં 15 એપ્રિલથી આઇપીએલ શરૂ થવાની સંભાવના છે. 


બીસીસીઆઇ (BCCI)ના અધિકારીએ આઇપીએલ (IPL)ની સંભાવના પર કહ્યું 'અત્યારે કંઇપણ કહેવું મુશ્કેલ છે. અત્યારે અમે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ. 


બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે 'જો મેના પહેલાં આઇપીએલની શરૂઆત થાય છે તો આ સારું રહેશે. આમ થતાં અમે દક્ષિણ આફ્રીકા થયેલા આઇપીએલની તર્જ પર કાર્યક્રમ બનાવી શકીશું. ત્યારે આઇપીલની 59 મેચ ફક્ત 39 દિવસમાં રમાઇ હતી. આ દિવસના અનુસાર સૌથી નાની આઇપીએલ હતી. પરંતુ આમ કરવા માટે અમારે કેટલાક પગલાં ભરવા પડશે. 


તે પગલાં શું હોઇ શકે છે? જે જવાબમાં આ અધિકારીએ કહ્યું કે 'જો અમને થોડા સમયમાં આઇપીએલ કરવી પડે તો અમે વધુ યાત્રા કરી શકીશું નહી. એવામાં અમે મહારાષ્ટ્ર જેવા રાજ્યને સિલેક્ટ કરવું પડશે જ્યાં ચાર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે. જેથી અમારો સમય બચશે અને ખેલાડીઓની મુશ્કેલીઓ પણ. પરંતુ બધુ તે વાત પર નિર્ભર કરશે કે સરકાર અમને આઇપીએલ યોજવાની પરવાનગી આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube