નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનઉ અને કોલકત્તામાં રમાનારી અંતિમ બે વનડે મેચ કોરોના વાયરસ મહામારીને કારણે ખાલી સ્ટેડિયમમાં રમાઇ શકે છે. લખનઉમાં મેચ 15 માર્ચે જ્યારે કોલકત્તામાં 18 માર્ચે રમાશે. સિરીઝની પ્રથમ મેચ ગુરૂવારે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે. ધર્મશાળામાં સતત થઈ રહેલા વરસાદને કારણો ટોસ પણ થઈ શક્યો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલ મંત્રાલયે પરામર્શ જારી કરીને કહ્યું કે, જો કોઈ ખેલ સ્પર્ધાને સ્થગિત ન કરી શકાય તો પછી ભારે સંખ્યામાં દર્શકો વગર તેનું આયોજન કરવું જોઈએ. 


બીસીસીઆઈના સૂત્રોએ ગોપનીયતાની શરત પર કહ્યું, 'બીસીસીઆઈને ખેલ મંત્રાલયનો પરામર્શ મળ્યો છે. જો અમને ભીડથી બચવાની સલાહ આપવામાં આવે છે તો તેનું પાલન કરવું પડશે.'


શું કોરોના વાયરસને કારણે ટળશે આઈપીએલ? અત્યાર સુધીના 5 મોટો અપડેટ્સ


આઈપીએલ પર પણ ખતરો
મહારાષ્ટ્રમાં કોરોનાના ખતરાને જોતા રાજ્ય સરકાર રાજ્યમાં આઈપીએલના આયોજનને લઈને ચિંતિત જોવા મળી રહી છે. બુધવારે રાજ્ય સરકાર કેબિનેટે આ મામલા પર બેઠક કરી અને બેઠક બાદ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ કહ્યું કે, આ સ્થિતિમાં આઈપીએલને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે. 


ટોપેએ જણાવ્યું, સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલ મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી સુદી સીમિત રાખવી. એટલે કે મહારાષ્ટ્રમાં યોજાનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી હશે નહીં. એટલે કે લોકો માત્ર ટીવી પર મેચ જોઈ શકશે. 


શનિવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક- સ્થિતિ થશે સ્પષ્ટ
શનિવાર (14 માર્ચ)એ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કોરોના વાયરસ સંબંધિત તમામ પાસાંઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધી બીસીસીઆઈ તે કહેતું રહ્યું છે કે તે આઈપીએલને નક્કી સમય પર કરાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ શનિવારે તેના પર સ્થિતિ સ્પષ્ટ થશે. આ બેઠકમાં ખેલાડીઓના સ્વાસ્થ્ય સિવાય દર્શકો, આઈપીએલ સ્ટાફ, ચીયર લીડર્સ વગેરે તમામ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે. 


વિદેશ મંત્રાલયે પણ આપી સલાહ
ગુરૂવારે વિદેશ મંત્રાલયે કોરોના વાયરસને કારણે દેશમાં આઈપીએલ ન કરાવવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, અંતિમ નિર્ણય તો આયોજકોએ લેવાનો છે કે તે આઈપીએલ 2020નું આયોજન કરાવવા ઈચ્છે છે કે નહીં પરંતુ અમારી સલાહ છે કે આ લીગનું આયોજન આ વર્ષે ન કરવામાં આવે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર