નવી દિલ્હીઃ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે, ભારતે પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને આગામી વિશ્વકપમાં પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ. હરભજને કહ્યું કે, જો ભારત આગામી 16 જૂને માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ યોજાનારી મેચ ગુમાવી પણ દે તો પણ એટલી મજબૂત ટીમ છે કે વિશ્વકપ જીતી શકે છે. તેણે એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું, ભારતે વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ ન રમવું જોઈએ. ભારતીય ટીમ એટલી મજબૂત છે કે પાકિસ્તાન સામે રમ્યા વિના પણ વિશ્વકપ જીતી શકે છે. હરભજને કહ્યું, આ કઠિન સમય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુમલો થયો છે, તે અશ્વિવસનીય છે અને ખોટુ છે. સરકાર જરૂર મોટી કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતું કે, આપણે તેની સાથે કોઈ સંબંધ રાખવો જોઈએ બાકી આમ ચાલશે. તેણે કહ્યું, આપણે દેશ સાથે ઉભા રહેવું જોઈએ. ક્રિકેટ કે અન્ય કોઈ રમતમાં તેની સાથે ન રમવું જોઈએ. 


બીજીતરફ પુલવામા હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને અલગ પાડવા માટે કામ કરી રહ્યું છે, તેથી પાડોસી દેશના ક્રિકેટ બોર્ડને પણ ડર લાગી રહ્યો છે. ભારતના મુંબઈ, મોહાલી અને જયપુર સ્ટેડિયમમાંથી પાકિસ્તાની ક્રિકેટરોની તસ્વીરો હટાવવામાં આવી રહી છે. ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ તો માંગ કરી તે ભારતે વિશ્વકપ 2019માં પાકિસ્તાનનો બાયકોટ કરવો જોઈએ. આ સમાચાર આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રમતને રાજનીતિથી અલગ રાખવાની અપીલ કરી છે. 



દુનિયાભરમાં પ્રખ્યાત આ પાંચ રમતોનો જન્મ ભારતમાં થયો હતો


જમ્મૂ કાશ્મીરમાં ગુરૂવારે પુલવામામાં આતંકી હુમલો થયો હતો. તેમાં ભારતના 42 જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈની ક્લબ સીસીઆઈએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાનની તસ્વીરો ઢાકી દીધી હતી. ત્યારબાદ મોહાલી અને જયપુરમાં પણ પાક ક્રિકેટરોની તસ્વીરો હટાવી દેવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે.