Covid 19: ઇંગ્લિસ પ્રીમિયર લીગની વાપસી પહેલાં મળ્યા 6 પોઝિટિવ કેસ
કોવિડ 19 મહામારીને કારણે ખેલ ગતિવિધિઓ ઠપ્પ છે. કોરોના વાયરસ સંક્રમણ પર બ્રેક લાગી રહી નથી. આ વચ્ચે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની ક્લબોમાં છ કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા છે.
લંડનઃ કોવિડ 19 મહામારીને કારણે ખેલ ગતિવિધિઓ ઠપ્પ છે. કોરોના વાયરસ સંક્રમણ પર બ્રેક લાગી રહી નથી. આ વચ્ચે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની ક્લબોમાં છ કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા છે. ઘાતક કોરોના વાયરસને કારણે ઇંગ્લિશ પ્રીમિયર લીગને રોકી દેવામાં આવી હતી. લીગે જૂનમાં મેદાન પર વાપસી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.
લીગે એક નિવેદનમાં કહ્યું, પ્રીમિયર લીગ તે વાતની પુષ્ટિ કરે છે કે રવિવાર 17 મે અને સોમવારે 18 મેએ કુલ 748 ખેલાડી અને ક્લબ સ્ટાફનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. નિવેદન પ્રમાણે, તેમાં ત્રણ ક્લબના છ લોકો પોઝિટિવ આવ્યા છે. જે ખેલાડી અને ક્લબના સ્ટાફ સંક્રમિત થયા છે, તેણે હવે સાત દિવસ સુધી અલગ રહેવાનું છે.
લીગે જણાવ્યું કે, કાયદાકીય અને સંચાલન સંબંધી જરૂરીયાતને જોતા ખેલાડીઓ અને ક્લબોની જાણકારી આપી શકાય નહીં. પ્રીમિયર લીગની ક્લબ મંગળવારે નાના-નાના સમૂહોમાં ટ્રેનિંગ માટે રાજી થઈ ગઈ હતી. બીજી તરફ મહામારીને કારણે 65 દિવસના વિરામ બાદ શનિવારે જર્મન બુંદેસલીગાની વાપસી થઈ છે. સ્પેનિશ લા લિગાએ પણ જૂનના મધ્યમાં વાપસી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
રિકી પોન્ટિંગે હંમેશા મારો સાથ આપ્યોઃ રોહિત શર્મા
આ વચ્ચે ઇતાવલી ફુટબોલ મહાસંઘ (FIGC)ઓ પુષ્ટિ કરી છે કે વૈશ્વિક મહામારી વચ્ચે સેરી એ સહિત તેની તમામ સ્પર્ધાને 14 જૂન સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube