ભારતનો શ્રીલંકા પ્રવાસ રદ્દ, બંન્ને બોર્ડે સ્વીકાર્યું- હાલ મેચ રમવાની સ્થિતિ નથી
ભારતીય ક્રિકેટ ટીમનો નિર્ધારિત ઓવરોની સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ ગુરૂવારે રદ્દ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો (indian cricket team) સીમિત ઓવરોની સિરીઝ માટે શ્રીલંકાનો (INDvsSL) પ્રવાસ ગુરૂવારે રદ્દ કરી દેવામાં આવ્યો છે. બંન્ને બોર્ડનું કહેવું છે કે મેચોના આયોજન માટે અત્યારે સ્થિતિ વ્યાવહારિક નથી. ભારતે જૂન મહિનામાં શ્રીલંકા વિરુદ્ધ તેની ધરતી પર ત્રણ આંતરરાષ્ટ્રીય વનડે અને એટલી મેચની ટી20 (3 odi, 3 T20) સિરીઝ રમવાની હતી, જે જુલાઈ સુધી ચાલવાની હતી.
મેચની તારીખને અંતિમ રૂપ આપવાનું બાકી હતી. એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું, હાલની સ્થિતિમાં જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કરવો સંભવ નથી. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) પણ અખબારી યાદી જાહેર કરીને સિરીઝ રદ્દ થવાની પુષ્ટિ કરી છે.
એસએલસીએ કહ્યું, બીસીસીઆઈએ શ્રીલંકા ક્રિકેટને જાણ કરી છે કે કોવિડ-19 મહામારીને લઈને હાલની સ્થિતિ જોતા ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝનું આયોજન વ્યવહારિક રહેશે નહીં.
ટી20 વર્લ્ડ કપ, મહિલા વિશ્વકપ પર નિર્ણય આઈસીસીએ આગામી મહિના સુધી ટાળ્યો
સિરીઝ રદ્દ થવાની આશા કરવામાં આવી રહી હતી, કારણ કે ભારતીય ખેલાડીઓએ હજુ સુધી ટ્રેનિંગ શરૂ કરી નથી. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમણથી અત્યાર સુધી 8 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube