નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4  ઓગસ્ટથી પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. પરંતુ તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક આઈસોલેશનમાં છે જો કે asymptomatic છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ANI ની ખબર મુજબ કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તે ક્રિકેટરોને આઈસોલેટ કરી દેવાયા છે. જો કે સંક્રમિત ખેલાડીઓની સંખ્યા હજુ વધી શકે છે. આ  ક્રિકેટર્સે હાલમાં જ ટીમ મેનેજમેન્ટને ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ સંક્રમિત જણાયા. હાલ ખેલાડી ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટિન થયા છે. 


ટીમ ઈન્ડિયાના બે ખેલાડી  કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ આ ક્રિકેટર્સના સંપર્કમાં આવેલા અન્ય ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પણ 3 દિવસ માટે આઈસોલેશનમાં મોકલી દેવાયા હતા. જેનો સમય હવે પૂરો થઈ ગયો છે. હાલ સંક્રમિત ખેલાડીઓ ડહરમમાં ટીમના કેમ્પનો  ભાગ બનશે નહીં. જો કે જે બે ખેલાડીઓ કોરોનો પોઝિટિવ આવ્યા હતા તેમાંથી એક રિકવર થઈ ગયો છે જ્યારે બીજા ખેલાડીનો જલદી ટેસ્ટ કરાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube