નવી દિલ્લીઃ IPL 2022માં ગુજરાત ટાઇટન્સે જોરદાર શરૂઆત કરી છે. આ ટીમે  શરૂઆતમાં બંને મેચો પર વિજય હાંસીલ કર્યો.. આ જીતનો શ્રેય ટીમના ખેલાડીઓ અને કેપ્ટનને અપાયો છે.. આ સાથે ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાના પણ ખૂબ વખાણ થયા છે. સોશિયલ મીડિયા પર તેમનો દબદબો છે. ક્રિકેટ ચાહકો નેહરાના આયોજનની પ્રશંસા કરી રહ્યા છે. જો કે આ દરમિયાન નહેરાનો એક ફોટો પણ વાયરલ થયો છે. આ ફોટામાં તે હાથમાં કાગળ લઈને ધ્યાનથી જોવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોટો શેર કરતી વખતે ફેન્સે અનેક કોમેન્ટ કરી છે. કોઈ કહી રહ્યું છે કે આશિષ નેહરાના આ પેપર સામે લેપટોપ ફેલ થઈ ગયું છે, તો કોઈ એવું લખી રહ્યું છે કે નેહરાને મગજમાં તમામ બાબતોનું ધ્યાન હોય છે. નહેરાને  પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને એક્સેલ શીટ પર બનાવેલા પ્લાનિંગની જરૂર નથી.


ગુજરાત ટાઈટન્સે હરાજી પહેલા આશિષ નેહરાને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ખેલાડીઓને ડ્રાફ્ટમાં લેવાથી લઈને હરાજીમાં ટીમ પસંદ કરવા સુધી બધું જ તેમના નેતૃત્વમાં થયું છે. ગુજરાત ટાઈટન્સ પાસે મજબૂત બોલર છે. બોલરમાં મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન જેવા દિગ્ગજ છે, જ્યારે સ્પિન આક્રમણની જવાબદારી અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાન પાસે છે. IPLની શરૂઆત પહેલા જ ક્રિકેટ નિષ્ણાતોએ કહ્યું હતું કે આ IPLમાં ગુજરાત ટાઈટન્સ કંઈક નવું કરી શકે છે.