ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, આ ખેલાડી થયો બહાર
યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 13 માર્ચથી 3 મેચોની વનડે અને એટલી મેચોની ટી20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા બંન્ને ટીમો વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ હતી, જેને કાંગારૂ ટીમે 3-0થી કબજે કરી હતી.
મેલબોર્નઃ Cricket Australia announce ODI squad: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માર્ચમાં ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. કાંગારૂ ટીમની યજમાનીમાં રમાનારી આ સિરીઝ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં ઝાર રિચર્ડસનને સ્થાન મળ્યું નથી. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.
યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 13 માર્ચથી 3 મેચોની વનડે અને એટલી મેચોની ટી20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા બંન્ને ટીમો વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ હતી, જેને કાંગારૂ ટીમે 3-0થી કબજે કરી હતી. બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચોની ટી20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ઉતરતા પહેલા ટીમની જાહેરાત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કરી દીધી છે. 14 સભ્યોની ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથનું સ્થાન યથાવત છે.
3-3 મેચોની રમાશે વનડે અને ટી20 સિરીઝ
બંન્ને દેશો વચ્ચે પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં 13 માર્ચે રમાશે. જ્યારે બીજી મેચ આજ મેદાન પર 15 માર્ચે રમાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 20 માર્ચે રમાશે. ત્યારબાદ બંન્ને ટીમો વચ્ચે ટી20 સિરીઝ શરૂ થશે.
ICC Test Rankings: ખરાબ બેટિંગને કારણે વિરાટને થયું નુકસાન, ટેસ્ટમાં નંબર-1નો તાજ છીનવાયો
ટી20 સિરીઝ ઓસ્ટ્રેલિયા નહીં, પરંતુ કીવીની ધરતી પર રમાશે. આ ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ 24 માર્ચે દુનેદિનમાં રમાશે, જ્યારે બીજી મેચ ઓકલેન્ડ અને અંતિમ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાવાની છે.
વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ (કેપ્ટન), એસ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશાને, મિશેલ માર્શ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, ડાર્સી શોર્ટ, મિશેલ સ્ટાર્ક, મેથ્યૂ વેડ અને એડમ ઝમ્પા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube