`વનડે સુપર સિરીઝ`: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પસંદ આવ્યો ગાંગુલીનો આઈડિયા
ચાર દેશોની વનડે સુપર સિરીઝ (ne-day super series) વાળો ગાંગુલીનો (saurav ganguly) આઈડિયા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને (cricket australia) પસંદ આવી રહ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે કહ્યું કે, ગાંગુલીનો આ પ્રસ્તાવ અલગ અને સારો છે.
મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી કેવિન રોબર્ટ્સે ચાર દેશોની 'વનડે સુપર સિરીઝ'ના બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના આઈડિયાની પ્રશંસા કરી છે. પરંતુ તેણે હજુ સુધી તેને અમલમાં લાવવા અંગે કોઈ વાત કરી નથી. ગાંગુલીએ કહ્યું હતું કે ભારત 2021થી શરૂ થઈ રહેલી વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય એક ટોચની ટીમ સાથે રમશે.
આ પગલું દરેક કેલેન્ડર વર્ષમાં એક ટૂર્નામેન્ટ કરાવવાના આઈસીસીના વિચારને રોકવાની દિશામાં માનવામાં આવી રહ્યું છે. લંડનમાં ગાંગુલીની સાથે બેઠક બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે, આ મામલા પર વાતચીત માટે તૈયાર છે.
રોબર્ટ્સે કહ્યું, 'બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો આ અનોખો વિચાર છે.' તેમણે કહ્યું, 'તેમના ટૂંકા કાર્યકાળમાં જ કોલકત્તામાં ડે-નાઇટ ટેસ્ટ રમાઇ અને પરિણામ શાનદાર રહ્યું. હવે સુપર સિરીઝનો પ્રસ્તાવ પણ શાનદાર છે.'
મારી સ્થિતિ ખરાબ છેઃ દાનિશ કનેરિયાએ પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનને લખ્યો પત્ર
સીએના સીઈઓએ કહ્યું કે, તે આગામી મહિને ભારત અને બાંગ્લાદેશ આવીને ભાવી ક્રિકેટ કેલેન્ડર પર વાત કરશે. તેમણે કહ્યું કે, તે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સાથે ભાવી કાર્યક્રમ વિશે વાત કરી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube