મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રલિયાએ મોઈન અલીના તે આરોપોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે જેમાં ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે કહ્યું હતું કે 2015ની એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ તેની વિરુદ્ધ જાતિય ટિપ્પણી કરી હતી. ઇસ્લામ ધર્મના અનુયાયી મોઈને પોતાની હાલમાં પ્રકાશિત થયેલી આત્મકથામાં આવો દાવો કર્યો છે. આ પ્રકારના કથિત અપશબ્દોનો ઉપયોગ એશિઝ શ્રેણીના કાર્ડિફમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ મેચમાં મોઈને એશિઝમાં પોતાનું પર્દાપણ કર્યું અને 77 રન ફટકારવા સિવાય પાંચ વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોઈને લખ્યું છે, જ્યાં સુધી મારા વ્યક્તિગત પ્રદર્શનનો સવાલ છે તો એશિઝની પ્રથમ ટેસ્ટ મેચ શાનદાર હતો. પરંતુ એક ઘટનાએ મને વિચલિત કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયાનો એક ખેલાડી મેદાનમાં મારી પાસે આવ્યો અને કેણે કહ્યું, આ પડકારનો સ્વીકાર કરો ઓસામા. તેણે કહ્યું, મેં જે સાંભળ્યું, મને તેના પર વિશ્વાસ ન થયો. મને યાદ છે કે હું ગુસ્સામાં લાલ-પીળો થઈ ગયો હતો. હું ક્રિકેટના મેદાન પર આટલો ગુસ્સો ક્યારેય થયો નથી. 


મોઈને કહ્યું, મેં બે ખેલાડીઓને જણાવ્યું કે તે ખેલાડીએ મને શું કહ્યું અને મને લાગે છે કે (ઈંગ્લેન્ડના કોચ) ટ્રેવિર બેલિસે ઓસ્ટ્રેલિયન કોચની સામે આ મુદ્દે જરૂર ઉઠાવ્યો હશે. આ આરોપ પર પ્રતિક્રિયા આપતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ કહ્યું, આ પ્રકારની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને તે માટે અમારી રમત કે સમાજમાં કોઈ સ્થાન નથી. અમે આ મામલાને ગંભીરતાથી લીધો છે.