નવી દિલ્હી: વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આજે (5 નવેમ્બર) 33 વર્ષના થયા છે. વિરાટ કોહલી હાલમાં UAEમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા આજે સ્કોટલેન્ડ સામે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. એવામાં કોહલી યાદગાર ઇનિંગ્સ રમીને પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માંગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2008માં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતે મલેશિયામાં આયોજિત અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. આ એવોર્ડના પરિણામે વિરાટ કોહલીને 2008માં શ્રીલંકા સામે વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડબ્યૂ કરવાની તક મળી હતી. ત્યારબાદ 2010માં કોહલીએ ઝિમ્બાબ્વે સામે અને જૂન 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.


ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પ્રશંસકોમાં મોટો ધસારો જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વર્ષ 2019માં પિંક બોલ ટેસ્ટમાં પોતાની સદીનો વીડિયો શેર કરતા લખ્યું, "આધુનિક યુગના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક અને ભારતીય ટીમના કેપ્ટનને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ, વિરાટ કોહલી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પણ ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube