Los Angeles Olympics: 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની થશે વાપસી, લોસ એન્જલેસમાં જોવા મળશે ચોગ્ગા-છગ્ગા
Cricket: ઓલિમ્પિકમાં છેલ્લે 1990માં ક્રિકેટ જોવા મળ્યું હતું. તે વર્ષે પેરિસમાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ગોલ્ડ મેડલ મેચ રમાઈ હતી. ત્યારબાદ ક્યારેય ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી થઈ નથી.
Cricket Games In Los Angeles Olympics: ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે. હકીકતમાં લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરી શકાય છે. ક્રિકેટ સિવાય ફ્લેગ ફુટબોલ, બેસબોલ અને સોફ્ટબોલની એન્ટ્રી થઈ શકે છે. લોસ એન્જેલસ ઓલિમ્પિકનું આયોજન 2028માં થવાનું છે. ધ ગાર્જિયનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141માં સત્રમાં આ વાતની જાહેરાત કરવામાં આવશે. આ સત્રનું આયોજન મુંબઈમાં થવાનું છે.
આશરે 128 વર્ષ બાદ ક્રિકેટની ઓલિમ્પિકમાં વાપસી
પરંતુ આ પહેલા અત્યાર સુધી માત્ર એકવાર ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાયું છે. ઓલિમ્પિક 1900માં ક્રિકેટની ગેમ રમાઈ હતી. આ વર્ષે પેરિસમાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ગોલ્ડ મેડલ મેચ રમાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓલિમ્પિકમાં પુરૂષ અને મહિલાઓની સ્પર્ધા ટી20 ફોર્મેટમાં હશે. તેમ માનવામાં આવી રહ્યું છે કે ક્રિકેટને આ રમતોનો ભાગ બનાવી આઈઓસી દક્ષિણ એશિયા દર્શકોને આકર્ષવાની સાથે પ્રસારણ કરારથી મોટી રકમ હાસિલ કરવામાં સફળ થશે.
બ્રોડકાસ્ટિંગ રાઇટ્સથી થશે 15 અબજનો નફો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2024 ઓલિમ્પિક માટે ભારતથી પ્રસારણ કરારમાં આઈઓસીને 15.6 મિલિયન પાઉન્ડ (લગભગ દોઢ અબજ રૂપિયા) મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો ઓલિમ્પિક 2028માં ક્રિકેટ સામેલ થયું તો આ રકમ 150 મિલિયન પાઉન્ડ સુધી પહોંચી શકે છે. ભારતીય રૂપિયામાં આ રકમની વાત કરીએ તો આશરે 15 અબજ રૂપિયા બને છે. ઉલ્લેખનીય છે કે મહિલા ક્રિકેટે પાછલા વર્ષે રાષ્ટ્રમંડળ ખેલમાં પોતાની શરૂઆત કરી હતી. ત્યારબાદ એશિયન ગેમ્સમાં મહિલા અને પુરૂષ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું.