નવી દિલ્હીઃ ડેવિડ વોર્નર અને કાગિસો રબાડાની આઈપીએલ 2019ની સફર ભલે લીગ રાઉન્ડમાં સમાપ્ત થઈ ગઈ હોય પરંતુ શરૂઆતી મેચોમાં શાનદાર પ્રદર્શનના દમ પર આ બંન્ને હજુ પણ ક્રમશઃ 'ઓરેન્જ કેપ' અને 'પર્પલ કેપ'ના પ્રબળ દાવેદાર બનેલા છે. વોર્નરે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 12 મેચોમાં 1 સદી અને આઠ અડધી સદીની મદદથી 692 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે વિશ્વ કપની તૈયારીઓના સિલસિલામાં સ્વદેશ પરત ફરી ગયો પરંતુ હજુ પણ આઈપીએલની એક સિઝનમાં સર્વાધિક રન બનાવનાર બેટ્સમેનોને મળતી ઓરેન્જ કેપ આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પાસે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોર્નર સિવાય કેએલ રાહુલ (593) અને આંદ્રે રસેલ (510) જ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 500થી વધુ રન બનાવી શક્યા છે, પરંતુ આ બંન્નેની ટીમો ક્રમશઃ કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકત્તા નાઇટરાઇડર્સ લીગ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. વોર્નર માટે હજુ મુંબઈ ઈન્ડિયન્સના ડી કોક અને દિલ્હી કેપિટલ્સના શિખર ધવન થોડો પડકાર આપી રહ્યાં છે. 


IPL 2019: ક્રિસ ગેલ બોલ્યો- 'હું જેટલા ઓપનરો સાથે રમ્યો તેમાંથી રાહુલ શ્રેષ્ઠ'


ડી કોકે 492 રન બનાવ્યા છે અને તેણે હવે વધુમાં વધુ ત્રણ મેચ રમવા મળશે જેમાં તેણે 200થી વધુ રન બનાવવા પર ઓરેન્જ કેપ મળી શકે છે. આ સ્થિતિ ધવનની છે જેના નામ પર 486 રન નોંધાયેલા છે. દિલ્હીનો કેપ્ટન શ્રેયર અય્યર (446 રન) અને રિષભ પંત (401) દરેક મેચમાં મોટી ઈનિંગ રમીને ઓરેન્જ કેપના દાવેદાર બની શકશે. 


સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરને મળનાર 'પર્પલ કેપ' હજુ દિલ્હીના રબાડા પાસે છે, જેને પીઠમાં દુખાવો થતાં આફ્રિકાએ સ્વદેશ બોલાવી લીધો છે. રબાડાએ 12 મેચોમાં 25 વિકેટ ઝડપી છે. તેની પર્પલ કેપ માટે મોટો ખતરો હમવતન ઇમરાન તાહિર છે, જેણે ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી અત્યાર સુધી 21 વિકેટ ઝડપી છે. 


IPL 2019: ટૂર્નામેન્ટમાંથી આઉટ થયા બાદ ટીમે સ્વીકાર્યું- અમારો કેમ્પ ટેન્શનમાં હતો

પ્લેઓફમાં સ્થાન મેળવનાર ચાર ટીમોમાંથી હૈદરાબાદના ખલીલ અહમદ અને મુંબઈના જસપ્રીત બુમરાહે 17-17, ચેન્નઈના દીપક ચહરે 16 તથા હૈદરાબાદના રાશિદ ખાન અને મુંબઈના લસિથ મલિંગાએ 15-15 વિકેટ ઝડપી છે અને અસાધારણ પ્રદર્શનની મદદથી તે પર્પલ કેપ હાસિલ કરી શકે છે.