હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં સનરાઝઇર્સ હૈદરાબાદ તરફથી શાનદાર બેટિંગ કરી રહેલ જોની બેયરસ્ટો ઈંગ્લેન્ડ વિશ્વ કપ કેમ્પમાં સામેલ થવા માટે સ્વદેશ પરત ફરશે. બેયરસ્ટો 23 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આ સિઝનમાં પોતાની અંતિમ મેચ રમશે. તે રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાનારા મેચમાં પણ ટીમમાં રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તા વિરુદ્ધ રમાનારી મેચ પહેલા બેયરસ્ટોએ અહીં સંવાદદાતા સંમેલનમાં કહ્યું, અમે 23 એપ્રેલિ ચેન્નઈ વિરુદ્ધ મેચ રમીને પરત ફરી જશું, પછી અમારો વિશ્વ કપ કેમ્પ શરૂ થશે. ત્યારબાદ અમે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ અને બે પ્રેક્ટિસ મેચમાં અમારો સામનો અફગાનિસ્તાન તથા ઓસ્ટ્રેલિયા સામે થશે. 


સ્મિથને રાજસ્થાનનો કેપ્ટન બનાવવાથી આશ્ચર્યમાં છે બીસીસીઆઈ, ઉઠ્યા સવાલ

આ સિઝનમાં હૈદરાબાદ માટે ઈંગ્લેન્ડના બેટ્સમેને દમદાર બેટિંગ કરતા આઠ મેચોમાં 52.14ની એવરેજથી કુલ 365 રન બનાવ્યા છે. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમાં નંબર પર છે. બેયરસ્ટોએ કહ્યું, અત્યાર સુધી ટોપ-5 બેટ્સમેનોમાં સામેલ થવું સારૂ રહ્યું. મને રન બનાવીને અને ટીમમાં મારૂ યોગદાન આપીને ખુબ આનંદની લાગણી થઈ રહી છે. 


IPL 2019: ક્રિસ ગેલની એક સલાહથી ખતરનાક બેટ્સમેન બની ગયો આંદ્રે રસેલ