હૅંગઝોઉ એશિયન ગેમ્સ-2022માં ક્રિકેટની થઈ શકે છે વાપસી
ક્રિકેટને 2010 અને 2014ની એશિયન ગેમ્સમાં જગ્યા મળી હતી. પરંતુ ઈન્ડોનેશિયામાં 2018માં રમાયેલી એશિયન ગેમ્સમાંથી ક્રિકેટને હટાવી લેવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ ક્રિકેટને હૅંગઝોઉ એશિયન ગેમ્સ 2022ના રમત કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે, જેથી આ રમતની મહાદ્વિપ રમતોમાં વાપસી થઈ શકે છે. રવિવારે મીડિયામાં આવેલા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી છે. ઇનસાઇડદગેમ્સ.બિઝ રમત વેબસાઇટ અનુસાર એશિયન ઓલમ્પિક પરિષદ (ઓસીએ)ની સામાન્ય સભા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્રિકેટને 2012 અને 2014ની એશિયન ગેમ્સમાં મંજૂરી મળી હતી, પરંતુ ઈન્ડોનેશિયામાં 2018માં યોજાયેલી ગેમ્સમાંથી ક્રિકેટ હટાવી દેવામાં આવ્યું હતું. તેવી સંભાવના છે કે, જો ક્રિકેટને જગ્યા મળે છે તો 2010માં ગ્વાંગ્ઝૂ અને 2014માં ઇંચિયોન રમતોની જેમ 2022માં પણ ટી20 ફોર્મેટને સામેલ કરવામાં આવશે.
ભારત આ પહેલા ટીમના વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપીને આ મહાદ્વિપીય સ્પર્ધામાંથી બહાર રહી ચુક્યુ છે. એશિયન રમતોની આગામી ટૂર્નામેન્ટના આયોજનમાં હજુ પણ ઘણો સમય છે અને તેવામાં ભારતીય ટીમના પ્રતિનિધિત્વ પર ચર્ચા કરવા માટે બીસીસીઆઈને ઘણો સમય મળશે.
INDvAUS: મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના નામે કર્યો આ અનોખો રેકોર્ડ
બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું, 2022 એશિયન ગેમ્સ માટે હજુ ઘણો સમય છે. સમય આવવા પર અમે ચર્ચા કરીશું અને નિર્ણય કરીશું. ક્રિકેટને 2022 રમતોમાં જગ્યા આપવી આશા પ્રમાણે છે, કારણ કે, ઓસીએના માનદ ઉપાધ્યક્ષ રણધીર સિંહે યોગ્ય સ્થળ પસંદ કરવા માટે ગત મહિને હેંગઝોઉનો પ્રવાસ કર્યો હતો.
શ્રીલંકા અને પાકિસ્તાને 2014માં ક્રમશઃ પુરૂષ અને મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે 2010માં બાંગ્લાદેશ અને પાકિસ્તાને બાજી મારી હતી. રાષ્ટ્રમંડળ ગેમ્સ 1998માં પણ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું અને ભારતે પોતાની ટીમ મોકલી હતી. ત્યારે શોન પોલોકની આગેવાનીમાં આફ્રિકન ટીમે સ્ટીવ વોની ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ICCએ ઠુકરાવી પાક સાથે સંબંધ પૂરો કરવાની માગ, કહ્યું- આ અમારૂ કામ નથી
રવિવારે ઓસીએની સામાન્ય સભામાં થયેલા અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો અનુસાર જાહેરાત કરવામાં આવી કે ઓસ્ટ્રેલિયા સહિત ઓસિયાના દેશોને 2022 એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. પરંતુ તે નિર્ણય બાદમાં લેવામાં આવશે કે ઓસિયાનાના કેટલા ખેલાડીઓને હેંગઝોઉમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.