Ind vs Pak: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વાર હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાના વિવાજના કારણે લાંબા સમયથી કોઈ ક્રિકેટ સિરીઝ નથી રમાઈ. બંને ટીમો માત્ર આઈસીસીના ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ સામસામે જોવા મળે છે. એવામાં ચાહકોને આ બંને દેશો વચ્ચે રમાતા એક-એક મેચની ખૂબ જ રાહ રહે છે. આ બંને ટીમો આ વર્ષે એશિયા કપમાં અને વન ડે વર્લ્ડ કપમાં એકબીજા સામે રમશે. એ બાદ આ ટીમો વચ્ચે ક્યાં ટક્કર થશે તેના પર એક મોટી અપડેટ આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશમાં ખેલાઈ શકે છે મુકાબલો-
2024ના ટી 20 વર્લ્ડ કપ આવતા વર્ષે વેસ્ટઈંડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાવાનો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ચાહકોને જોવા મળશે. અમેરિકાના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અતુલ રાયે આ મેચ મામલે દાવો કર્યો છે કે, ભારત-પાકિસ્તાનનો મેચ વેસ્ટ ઈન્ડિઝમાં નહીં પણ અમેરિકામાં રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે છેલ્લો મેચ ઓક્ટોબર 2022માં ટી20 વર્લ્ડ કપમાં રમાયો હતો.


મીડિયાના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અતુલ રાયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ફ્લોરિડામાં ભારત-વેસ્ટઈન્ડિઝ મુકાબલાને સ્થાનિક ચાહકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. મેચના તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. જેથી અમને લાગે છે કે જો ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપનો મેચ અહીં રમવામાં આવે તો તેને ચાહકોનો સપોર્ટ મળશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર ટી20 સીરીઝનો છેલ્લો મેચ ફ્લોરિડામાં જ રમાયો હતો.


એશિયા કપમાં થશે મુકાબલો-
એશિયા કપ 2023માં રમવામાં આવશે. એશિયા કપ 2023માં છ ટીમો હશે જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને અનેક ક્વોલિફાયર ટીમને મોકો મળશે. ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ એક જ ગ્રુપમાં હશે. તો બાકીની ટીમો અન્ય ગ્રુપમાં. જે બાદ વનડે વર્લ્ડ કપ 2023 તો ભારતમાં જ રમાશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે એક-એક મેચ તો હશે જ