World Cup 2023 INDvsPAK CRICKET MATCH: આવતીકાલે એટલેકે, 14 ઓક્ટોબરને શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચક મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આ ક્રિકેટ મેચની મજા માણવા દેશભરમાંથી 200થી વધારે વીવીઆઈપી હસ્તીઓ અમદાવાદ આવી રહી છે. આજથી VVIP નું અમદાવાદમાં આગમન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક સતત વધી રહ્યો છે. આજે અને આવતીકાલે એમ મળીને 100થી વધારે ચાર્ટ્ડ પ્લેનમાં 200થી વધુ હસ્તીઓ અમદાવાદ આવશે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના આંગણે આ મેચ હોવાથી એક અવસર જેવો માહોલ છે. ત્યારે આ રોમાંચને ડબલ કરવા અમદાવાદમાં આવી રહ્યી દેશની સૌથી ફેમસ હસ્તીઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિમાનોથી ઉભરાશે અમદાવાદ એરપોર્ટઃ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચ જોવા દેશભરમાંથી 200થી વધારે વીવીઆઈપી હસ્તીઓ અમદાવાદ આવી રહી છે. આજથી જ વીવીઆઈપીઓનું અમદાવાદમાં આગમન શરૂ થઈ ગયું છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે એટલેકે, આજે 20 અને શનિવારે 80થી વધુ ચાર્ટર્ડ વિમાનો આવશે. જેને કારણે આવું પહેલીવાર બનશે કે આટલા બધા પ્રાઈવેટ વિમાનોથી અમદાવાદ એરપોર્ટ ઉભરાશે. એરટ્રાફિક પણ ખાસો વધી જશે. એલ એન્ડ ટી, શિરકે અને એમઆરએફના ચાર્ટર્ડ પણ બુક થઈ ચુક્યા છે. 


વીવીઆઈપી માટે વિમાન પાર્કિંગઃ
વીવીઆઈપીની સ્ટેડિયમમાં એન્ટ્રી સ્પેશિયલ ગેટથી થશે. સામાન્ય પબ્લિકની સાથે નહીં હોય વીવીઆઈપીની એન્ટ્રી. વીવીઆઈપી કેટેગરી મુજબ પાર્કિંગ સ્લોટ આપવામાં આવશે. વડોદરા, સુરત અને રાજકોટ, ઈન્દોરના એરપાર્કિંગ પણ ફૂલ થઈ. 


સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા સુપરસ્ટાર રજનીકાંત અને ગોડ ઓફ ક્રિકેટના નામે ઓળખતા મહાન સચિન તેંડુલકર અને રણબીર કપૂર સહિતની હસ્તીઓ આ મેચ જોવા અમદાવાદની મહેમાન બનશે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનની આ મેચ જોવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે. આ ઉપરાંત આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં તમને કોમેન્ટેર, ક્રિકેટ એક્સપર્ટ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને રવિ શાસ્ત્રી પણ સ્ટેડિયમમાં દેખાશે.


સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છેકે, સચિન તેંડુલકર આ મેચ જોવા પોતાના પરિવાર સાથે આવી શકે છે. તેમનો પુત્ર અર્જુન તેંડુલકર જે ભારતીય ટીમનો હિસ્સો રહી ચુક્યો છે, તેની પુત્રી સારા અને પત્ની અજલી સાથે સચિન આ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપશે. સચિન તેંડુલકર આ વર્લ્ડ કપનો આઈસીસીનો બ્રાન્ડ એબેસેડર હોવાથી પણ આ હાઈવોલ્ટેજ મુકાબલામાં વિશેષ અતિથિ તરીકે સચિનનું સ્થાન રહેશે.


અન્ય કઈ કઈ હસ્તીઓ આવી શકે છે મેચ જોવાઃ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરે વર્લ્ડ કપનો સૌથી રોમાંચક મુકાબલો એટલેકે, ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચને લાઈવ નિહાળવા માટે બોલીવુડ અને ખેલ જગત, ઉદ્યોગ જગતની ઘણી નામાંકિત હસ્તીઓ હાજરી આપશે. જેમાં સૂત્રોની માનીએ તો ભારત-પાકિસ્તાનની મેચ જેવા નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી, ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, ગાયક અરિજીત સિંહ, કૃતિ સેન સહિતની હસ્તીઓ અમદાવાદ આવી શકે છે.